Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

જામજોધપુરના કડબાલ જતા રોડમાં ભયંકર ગાબડા

બે શિક્ષિકા બહેનો ખાડામાં પડતા થઇ ગંભીર થઇ

(અતુલ ચગ દ્વારા) મોટીપાનેલી તા.૩૧ : પુસ્કળ વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા ધોવાયા છે ત્યારે જામજોધપુરના કડબાલ ગામ તરફ જતા સિંગલ પટ્ટીનો રોડ સાવ ઉબડ ખાબડ થઇ રોડમાં ભયંકર ગાબડાં પડ્યા છે રોડની વચ્ચે જ નદી પણ પસાર થતી હોય જયારે જયારે વધુ વરસાદ આવે છે ત્યારે રસ્તો બન્ધ થઇ જાય છે અને રોડની બન્ને સાઈડમાં રોડ લેવલ સાથેજ ખેતર હોય ખેતરના પાણી રોડ ઉપર ફરી જાય છે ત્યારે રોડ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઇ જાય છે જેને લઇ કયાં ખાડા છે તે પણ વાહનચાલકને માલુમ પડતું ના હોય અવાર નવાર અકસ્માત સર્જાઈ છે.

 ખાસ મોટર સાઇકલ સવારને પારાવાર મુશ્કેલી પડે છે આવીજ દ્યટના બુધવારે બની હતી કડબાલ ગામની પ્રાથમિક શાળામાં સર્વિસ કરતા શિક્ષકો જામજોધપુર પાનેલી સીદસર વગેરે ગામ થી આવતા હોય બુધવારે બે શિક્ષિકા બહેનો પાણીમાં ગરકાવ થયેલ ખાડામાં પડી જતા બન્ને બહેનોને ગંભીર ઇજા પહોંચી હતી.સવાલ એ છે કે જો રોજ આવતા જતા વાહનચાલકો સાથે પણ આવા ગંભીર અકસ્માત સર્જાતા હોય તો અજાણ્યા લોકોના શું હાલ થાય. કોઈ જાનહાની સર્જાઈ એ પહેલા મસમોટા ગાબડાનું સમારકામ થાય એવી લોકોની માંગણી છે.

(10:54 am IST)