Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સૌરાષ્ટ્ર-કચ્છ તરબતર : સર્વત્ર પાણીના પૂર : વધુ ૩ થી ૮ ઇંચ વરસાદ

જામજોધપુર-૯ાા, ખંભાળીયા-૮ાા, મોરબી-જામનગર-૮, સુત્રાપાડા, ભાણવડ, ગઢડા (સ્વામીના)માં ૭ાા ઇંચ પડી ગયો : કલ્યાણપુર, વિસાવદર, લાલપુર-૭ ઇંચઃ રાજકોટ, તાલાલા-૬ાા ઇંચ : કોટડાસાંગાણી-૬ા, લોધીકા, ભેંસાણ, વંથલી ૬ ઇંચ, માળીયા હાટીના, કોડીનાર, ગીરગઢડા-પાંચ ઇંચઃ ઉના લખતર-૪ાા, બાબરા, માળીયા મીંયાણા, ગાંધીધામ-૪ા, બગસરા, લીલીયા, ઉમરાળા, વલ્લભીપુર, કેશોદ, જુનાગઢ, માણાવદર, ઉપલેટા, કુતિયાણા, ગોંડલ, કાલાવાડ-૪ ઇંચ : લોધીકામાં ૩ાા ઇંચ

રાજકોટ, તા. ૩૧ : મેઘરાજા આ વખતે મહેરબાન થઇ ગયા હોય તેમ સતત વરસી રહ્યાં છે અને ગઇકાલે સર્વત્ર ૩ થી ૮ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં સૌરાષ્ટ્ર-કચ્છ તરબતર થઇ ગયા છે. સર્વત્ર પાણીના પુર આવ્યા છે અને અને શનિવાર પછી રવિવારે ગઇકાલે પણ ૩ થી ૮ ઇંચ વધુ વરસાદ થવા પામ્યો છે. જોકે આજે સવારથી મેઘો અમૂક સ્થળે રોકાયો છે, પરંતુ મેઘાવી માહોલ યથાવત રહેવા પામ્યો છે.

આજે સવારે પૂરા થતાં છેલ્લા ર૪ કલાકમાં જામજોધપુર-૯ાા, ખંભાળીયા-૮ાા, મોરબી-જામનગર-૮, સુત્રાપાડા, ભાણવડ, ગઢડા (સ્વામીના)માં ૭ાા ઇંચ ઉપરાંત કલ્યાણપુર, વિસાવદર, લાલપુર-૭, રાજકોટ તાળાલા-૬ાા, કોટડાસાંગાણી-૬ા, લોધીકા, ભેંસાણ, વંથલી-૬, કોડીનાર, માળીયા હાટીના, ગીર ગઢડા-પાંચ, ઉના, લખતર-૪ાા, માળીયા મીંયાણા, બાબરા, ગાંધીધામ-૪ા, બગસરા, લીલીયા, ઉમરાળા, વલ્લભીપુર, કેશોદ, જુનાગઢ, માણાવદર, ઉપલેટા, ગોંડલ, કુતિયાણા, કાલાવડ-૪ અને લોધીકામાં ૩ાા ઇંચ પાણી પડી ગયું છે.

ઉમિયા સાગર ડેમના ૧૯ દરવાજા ખોલાયા

જામજોધપુરમાં શહેર તેમજ તાલુકામાં છેલ્લા ર૪ કલાકમાં સાડા નવ ઇંચ વરસાદ સીદસર ઉમિયા સાગર ડેમના ૧૯ દરવાજા ૧૦ ફુટ ખોલવામાં આવ્યા છે.

ડેમી ૩ ડેમના દરવાજા ખોલાયા

આમરણઃ ચોવીસી પંથકમાં બપોરથી રાત્રી સુધીમાં ૪ ઇંચ વરસાદ પડી ગયો છે. હજુ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. સાંજે ઉપરવાસ ભારે વરસાદને કારણે કોયલી પાસેના ડેમી-૩ ડેમના આઠ દરવાજા બે ફુટ ખોલી પાણી છોડવામાં આવ્યુ હતું ડેમી નદી તથા ગ્રામ્ય વોંકળા બેકાંઠે વહી રહ્યા છે. આમરણ - ધૂળકોટ તેમજ ફડસર-ઝિંઝૂડા - બેલા ગ્રામ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

શેત્રુંજી ડેમના તમામ દરવાજા ખુલ્લા

ભાવનગરઃ ચાલુ સિઝનમાં ત્રીજી વખત સૌરાષ્ટ્રનો સૌથી મોટો એવો ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફલો થતા ડેમના તમામ ૫૯ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવકમા સતત વધારો થતા ૧૫૩૩૦ કયુસેક પાણીની આવક ડેમમાં થતા ડેમના ૫૯ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે.

જોડીયામાં પાણી ભરાયા

 જોડિયાઃ જોડિયાના મોટા વાસ, ઈમામના પડ તથા રાધાકૃષ્ણ મંદિર પાસે કોઝવે પાણી ભરાયા હતા. ત્યારની તસ્વીર.

ભુજનું હમીરસર તળાજ ઓગન્યુ

ભુજઃઐતિહાસિક હમીરસર તળાવ રાત્રે ૧૨.૫૮ વાગ્યે ઓગની ગયું છે. જેને પગલે લોકોમાં ભારે ઉત્સાહ છે. રાજાશાહીની પરંપરા પ્રમાણે હમીરસર તળાવ છલકાઈ જાય ત્યારે તેને વધાવી ખાસ રજા જાહેર કરવામાં આવે છે. પહેલાં રાજા તળાવ વધાવતા આઝાદી પછી ભુજના પ્રથમ નાગરિક તરીકે પ્રમુખ તળાવ વધાવે છે. ખાસ રજાની પરંપરા હજી ચાલુ છે. આ વખતે પ્રમુખ લતાબેન સોલંકી હમીરસર તળાવ જયારે ઉપપ્રમુખ ડો. રામ ગઢવી દેશલસર તળાવ વધાવશે.

ટંકારામાં  બે ઇંચ

ટંકારામાં ગઇકાલે સવારે છ વાગ્યા પછી ધીમીધારે વરસાદ ચાલુ થયેલ. જે દિવસ દરમિયાન આખો દિવસ ચાલુ રહેલ. સવારના છઙ્ગ થી આજ સવારના છ સુધી માં ૫૮ મીલીમીટર વરસાદ નોંધાયેલ છે. મોસમનો કુલ વરસાદ ૧૨૪૫ મીલી મીટર નોંધાયેલ છે.

સડોદરથી પાનેલીનો માર્ગ બંધઃ પાંચ ઇંચ

સડોદર :  જામજોધપુર પાસેના નાના એવા સડોદર ગામે છેલ્લા ર૪ કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે. જેના લીધે આસપાસના તમામ ડેમો-તળાવો છલકાઇ ગયા હોઇ ચોતરફ પાણી ફરી વળ્યા છે જેના લીધે પાનેલી જવાનો માર્ગ અને ફુલનાથ મહાદેવના મંદિરે જવાનો રસ્તો ઠપ્પ થઇ ગયો છે.

જામકંડોરણામાં ૩ાા ઇંચઃ ફોફળ ડેમ ૩ાા ફુટે ઓવરફલો

 જામકંડોરણામાં છેલ્લા ચોવીશ કલાકમાં ૮૭ મી.મી. (સાડા ત્રણ ઇંચ) વરસાદ પડ્યો હતો. જેમાં ગત રાત્રીના ૮ થી ૧૦ બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ ૧૨૦૭ મી.મી. થયેલ છે. જામકંડોરણાની જીવાદોરી સમાન ફોફળ ડેમ અત્યારે સાડાત્રણ ફુટે ઓવરફલો થઇ રહ્યો છે.

ઢાંકમાં બે દિ'માં ૧૦ ઇંચ

ઢાંક ગામે બે દિવસમાં દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ ૮૩ ઇંચ વરસ્યો છે. સતત વરસી રહેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાનો ભય ફેલાઇ રહ્યો છે. ખેતરમાં ઉભેલા પાકને નુકશાન થવાનો ભય ફેલાયો રહ્યો છે. ખેતરમાં ઉભેલા કપાસ મગફળી તલ, એરંડા વગેરે જેવા મોલ વધારે વરસાદ પડવાથી  નિષ્ફળ થઇ ગયા છે. ખેડૂતોમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. સરકાર ઢાંક તેમજ આજુબાજુના વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરે તેવી માંગણી ખેડૂતોમાં કરવામાં આવી રહી છે.

જસદણમાં અઢી ઇંચ વરસાદ

જસદણઃ ફરી એકવાર રવિવારે મેઘરાજા મન મૂકીને વરસતા ગઈકાલે વહેલી સવારેઙ્ગ છ કલાકથી વરસાદ શરૂ થતાં બપોરે બાર કલાક સુધીમાં કુલ ૬૮ મીમી એટલે કે અંદાજે અઢી ઇંચ જેટલો વરસાદ પડતાં જસદણમાંથી પસાર થતી ભાદર નદીમાંઙ્ગ પુર આવ્યું હતું. જસદણ શહેરને પાણી પૂરું પાડતા આલણસાગર ડેમ તેની બત્રીસ ફૂટની જળસપાટી ઉપરથી દોઢ ફૂટ ઓવરફલો થયો હતો. જસદણ શહેરના લાતીપ્લોટ, ગઢડિયા રોડ, તરગાળા શેરી સહિતના વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાયા હતા. જસદણ તાલુકાના કાળાસર, ગોડલાધાર, કમળાપુર, ગોખલાણા, બાખલવડ, પાચવડા, માધવીપુર સહિતના જસદણ પંથકના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો.

ધ્રોલના ઉંડ-૧ના ર૦ દરવાજા ખોલાયા આસપાસના ગામોને એલર્ટ

જામનગર જિલ્લાના ધ્રોલના ઉંડ-૧ના ૭ ફૂટના ૧૦ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસ અને આસપાસના વિસ્તારોમાં પડેલ ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની જોરદાર આવક થઇ હતી. ડેમના દરવાજા ખોલવામાં આવતા માનસર, હમાપર, રોઝીયા, ખંભાળીયા સહિતના ગામોને ઉંડ નદીએ અવર જવર ન કરવા સુચનાઓ આપવામાં આવી છે.

આહીરસિંહણ ગામ અને ખંભાળિયા વચ્ચેનો માર્ગ બંધ

દેવભુમિ દ્વારકામાં ભારે વરસાદના કારણે આહિર સિંહણ  ગામ અને ખંભાળિયા ગામ વચ્ચેનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા.

ઉપરાંત અન્યત્ર પણ ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાવા પામ્યો છે જે આંકડા નીચે મુજબ છે.

અમરેલી

અમરેલી

૪૫

મી.મી.

ખાંભા

૨૯

''

જાફરાબાદ

૪૮

''

ધારી

૧૪

''

બગસરા

૯૫

''

બાબરા

૧૧૧

''

રાજુલા

૩૫

''

લાઠી

૭૬

''

લીલીયા

૯૧

''

વડિયા

૫૩

''

સાવરકુંડલા

૩૬

''

કચ્છ

અંજાર

૭૭

''

અબડાસા

૨૨

''

ગાંધીધામ

૧૦૮

''

નખત્રાણા

૩૨

''

ભચાઉ

૪૩

''

ભુજ

૪૯

''

મુદ્રા

૨૨

''

માંડવી

૧૭

''

રાપર

૩૪

''

લખપત

''

ભાવનગર

ઉમરાળા

૯૬

''

ગારીયાધાર

૨૧

''

ઘોઘા

''

તળાજા

''

પાલીતાણા

૧૦

''

ભાવનગર

૧૫

''

મહુવા

૨૦

''

વલ્લભીપુર

૯૫

''

શિહોર

૨૯

''

બોટાદ

ગઢડાસ્વામીના

૧૮૭

''

બરવાળા

૫૯

''

બોટાદ

૧૫૦

''

રાણપુર

૪૦

''

દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર

૧૭૩

''

ખંભાળીયા

૨૧૫

''

દ્વારકા

૩૫

''

ભાણવડ

૧૮૮

''

જૂનાગઢ

કેશોદ

૧૦૨

''

જૂનાગઢ

૧૦૧

''

ભેંસાણ

૧૪૪

''

મેંદરડા

૧૪૨

''

માંગરોળ

૩૭

''

માણાવદર

૯૨

''

માળીયાહાટીના

૧૨૪

''

વંથલી

૧૪૭

''

વિસાવદર

૧૭૯

''

રાજકોટ

ઉપલેટા

૧૦૫

''

કોટડાસાંગાણી

૧૫૫

''

ગોંડલ

૯૯

''

જેતપુર

૬૪

''

જસદણ

૭૭

''

જામકંડોરણા

૮૭

''

ધોરાજી

૮૭

''

પડધરી

૮૭

''

રાજકોટ

૧૬૧

''

લોધીકા

૯૦

''

વિંછીયા

૭૧

''

સુરેન્દ્રનગર

ચોટીલા

૨૩

''

ચુડા

૩૨

''

પાટડી

૨૪

''

ધ્રાંગધ્રા

૫૨

''

થાનગઢ

૬૮

''

લખતર

૧૧૯

''

લીંબડી

૩૨

''

મુળી

૨૭

''

સાયલા

૧૯

''

વઢવાણ

૭૦

''

જામનગર

કાલાવડ

૯૦

''

જામજોધપુર

૨૩૭

''

જામનગર

૨૦૪

''

જોડિયા

૮૩

''

ધ્રોલ

૮૯

''

લાલપુર

૧૭૯

''

ગીર જીલ્લો

ઉના

૧૧૧

''

કોડીનાર

૧૨૫

''

ગીરગઢડા

૧૨૫

''

તાલાળા

૧૫૭

''

વેરાવળ

૮૦

''

સુત્રાપાડા

૧૮૮

''

મોરબી જીલ્લો

હળવદ

૧૪

''

માળીયામિંયાણા

૧૦૫

''

મોરબી

૨૦૪

''

ટંકારા

૫૮

''

વાંકાનેર

૫૫

''

(2:50 pm IST)