Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ઉપલેટામાં ૪ ઇંચ મોજ, વેણું-ર ડેમના ૪ પાટીયા ખૂલ્યાઃ ગામડાઓમાં પ થી ૭ ઇંચ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૩૧ :.. અહીયા કાલે દિવસ હળવા ભારે ઝાપટા પડેલ હતા જે સવારના ૬ વાગ્યા સુધીમાં ૧૦૦ મી. મી. વરસાદ નોંધાયેલ છે. મોસમનો કુલ વરસાદ ૧૧૧પ મી. મી. વરસાદ થયેલ છે. રાત્રે ૯ વાગ્યે એ ડેમના તાલુકાના મોજ ડેમ ઉપર વરસાદ ૧૦ મી. મી. મોસમનો કુલ વરસાદ ૧૩૩૦ મી. મી. થયેલ છે. ડેમના ૧૧ પાટીયા ૪ ફુટ ખોલેલ છે. જયારે વેણુ-ર ડેમ ઉપર વરસાદ પ મી. મી. નોંધાયેલ છે. મોસમનો કુલ વરસાદ ૧૦રપ મી. મી. થયેલ છે. જયારે ડેમના ૧પ પાટીયા, ૧ર ફુટ ખોલેલ હતાં.

તાલુકાના ગામડોઓ ભાદર, મોજ, તથા વેણું નદીઓમાં ઘોડાપુર આવતા અમુક રોડ ઉપર પાણી આવતા ગણોદ, મજેઠી, કુઢુચ, લાઠ, ભીમોરા ગામની એસ. ટી. સેવા આજ સવારની રદ કરેલ હતી ગામડાઓ કોલકી, ૭ મોટીપાનેલી ૭ ઇંચ, ખીરસરા ઘેટીયા, પ ભાયાવદર, ખાખીજાળીયા, ગઢાળા, મોજીરા સહિતના ગામોમાં પ થી ૭ ઇંચ વરસાદ નોંધાયેલ છે.

(11:51 am IST)