Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વિંછીયા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા

ટુ વિઝન ઇન્ડ. સામે કંપનીની જાહેરાત મુજબ LED ટીવી બોકસમાંથી ન નીકળતા ફરીયાદ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ,તા. ૩૧: ટ્રુ  વિઝન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડઙ્ગ મુંબઈઙ્ગ કંપનીનું એલ.ઈ.ડીઙ્ગ ટીવીઙ્ગ ગુજરાત અનેઙ્ગ સૌરાષ્ટ્રમાંઙ્ગ વેચાણ થાય છે. તેમાં સૌરાષ્ટ્રના ડિસ્ટ્રીબ્યુટર વિનાયક ઇલેકટ્રોનિકસ શોપ નંબર ૫, ગાઉન્ડ ફ્લોરઙ્ગ નક્ષત્ર -૭ બાપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સબ ડીલર ઇલેકટ્રોનિકસની દુકાનથી શ્રી ઉમિયા સિમેન્ટ પ્રોડકસન વિંછીયા એ ટ્રુ વિઝન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનુંઙ્ગ ટ્રુ વિઝન  tx  3272-32 inch  એલ ઈ ડીઙ્ગ ટીવી ખરીદ કરેલ તે ટીવીના પેકીંગ (બોકસ) ઉપર ૩ એસ.ડી.એમ.આઈ પિન અને ટીવીના સાઈડનાઙ્ગ સ્ટીકર ઉપર કંપની દ્વારા ૩ એસ ડી.એમ.આઈનુંઙ્ગ સ્ટીકર પ્રિન્ટ કરીને ગ્રાહક જોઈ શકે તેવી રીતે મારવામા આવેલ છે.

તે સ્ટીકર અને ૩ એસ.ડી.એમ.આઈ પોર્ટ જોઈનેઙ્ગ ગ્રાહકે ખરીદ કરેલ અને ટીવી ઘરે લઈ ગયા અને પેકીંગ ખોલ્યા પછી ૩ એસ.ડી.એમ.આઈઙ્ગ પોર્ટના બદલે ૨ એસ.ડી એમ.આઈ પોર્ટઙ્ગ નીકળેલઙ્ગ છે. આવી રીતે ટ્રુ વિઝન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગ્રાહક સાથેઙ્ગ છેતરપિંડીઙ્ગ વિશ્વાસદ્યાતઙ્ગ કરવામાં આવેલ છે. ગ્રાહકે કંપનીને તા.૦૯/૦૮/૨૦૨૦નારોજ લેખિત જાણ કરેલ કરી ફરીયાદ નોંધાયેલ છે.

પરંતુ કંપનીના કોઈ કર્મચારી રૂબરૂ આવીને ગ્રાહકને સંતોષ કારક જવાબ આપવામાં આવેલ નથી. તે અરજી બાબતે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ વિંછીયા તાલુકા બ્રાન્ચે ટ્રુ વિઝન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડઙ્ગ મુંબઈઙ્ગ કંપનીને તા.૧૩ના રોજ નોટિસ આપ્યા છતાં કંપનીના સર્વિસ મેન કોઈ આવેલ નથી. ગ્રાહક સાથે છેતરપીંડી કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્રના ડિસ્ટિબ્યુટર વિનાયક ઇલેકટ્રોનિકસ શોપ રાજકોટ દ્વારા સબ ડીલરો અને ગ્રાહકોને આવી રીતે છેતરપીંડી નો ભોગ બનેલ હશે. રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી અને રામજીભાઈ માવાણી સૌરાષ્ટ્રના દરેક ગ્રાહક ને જણાવે છે કે ટ્રુ વિઝન ઇન્ડસ્ટ્રીઝ કંપનું દ્વારા કોઈ છેતરાયેલાઙ્ગ હોય તેવા ગ્રાહકો અમોને કોન્ટેકટ કરી શકે છે.જેથી ટ્રુ વિઝન ઇન્ડસ્ટ્રીઝ કંપની વિરુદ્ઘ ગ્રાહક છેતરપિંડીના ભોગ બાબતે વળતર આપવા ગ્રાહકને રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કંપની સામે ગ્રાહકના હિત માટે ફરિયાદ દાખલ કરવાની કાયર્વાહી કરવાની ફરજ પડશે.

આ ફરિયાદ ગ્રાહક વતી વિંછીયા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભુપતભાઇ કેરાળીયાએ કરી છે.

(11:53 am IST)