Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટના હુકમના ભંગ બદલ

ગોંડલના ગુંદાળા ચોકડી પાસે શિવ હોટલના માલિક પાસેથી રૂ.૫૬,૯૦૦/- નુકશાની બદલ ફોજદારી કાર્યવાહી કરાઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૩૧: ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ગુંદાળા ચોકડી પાસે માર્કેટીંગ યાર્ડની બાજુમા જિલ્લા પોલીસ વડાની સુચનાથી સ્થાનિક પોલીસ દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટના હુકમોના ભંગ બદલ કસુરદારૌ વિરુદ્ઘ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના એસ.એમ.જાડેજા, આર.ડી.ઝાલા એ વેસ્ટન ગુજરાત એકસપ્રેસ લિમિટેડ કંપનીના પ્રોજેકટ હેડ ની અરજી અનુસંધાને ગોંડલ નેશનલ હાઇવે માર્કેટીંગ યાર્ડની બાજુમાં આવેલ શિવ હોટલના માલિક ધર્મેન્દ્રભાઇ ઉર્ફે લાલભાઇ રૈયાભાઇ ટોળીયા રહે.  ગોંડલ, તેમજ સ્ટાફ ના રાહુલ ભવાનભાઇ લોબકા રહે. ગોડલ તેમજ મુકેશ જેન્તીભાઈ વાઘેલા રહે સુખનાથ નગર ગોંડલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સંસ્થાની કોર્ટના ઓર્ડર સંદર્ભે હાઇવે ઉપર સરકારી જગ્યા પર દબાણ તથા ગ્રીન હાઇવે પોલીસી અનુસંધાને ગોડલ નેશનલ હાઇવે માર્કેટીંગ યાર્ડની બાજુમાં આવેલ દબાણવાળી શિવ હોટલે અગાઉ ડીમોલેશન કરેલ હોય તે જગ્યાએ વૃક્ષો વાવેલ હતા.

પરંતુ આ જગ્યાએ આગળની સાઈડ વૃક્ષો વાવ્યા હોય તે વૃક્ષ તોડી નાખેલ હતા અને ત્યાં આગળ મેદાન કરી નાખેલ વૃક્ષો અંદાજીત રૂપયા ૫૬,૯૦૦/- તોડ ફોડ કરી નુકસાન કરેલ હોય તેથી આ ફેન્સીંગ તથા વૃક્ષોના થયેલ નુકશાન બદલ કસુરદાર શીવ હોટલના માલીકે તથા તેના સ્ટાફ અને સાર્વજનિક મિલ્કતને નુકશાન અટકાવવાનો અધિનિયમ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટના હુકમોના ભંગ બદલ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આ કામના કસુરવારોને તાત્કાલીક અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:54 am IST)