Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ઉના તાલુકામાં ૧ર કલાકમાં ૪ થી ૬ ઇંચઃ આમોદ્રા વાવરડા ખત્રીવાડા બેટમાં ફેરવાયાઃ વાહન વ્યવહાર બંધ

દ્રોણ કોઝવેમાં તણાયેલ યુવાન હજુ લાપત્તાઃ મછુન્દ્રી અને રાવલ નદીઓમાં ઘોડાપુરઃ ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા

મછુન્દ્રી નદીમાં પુર તથા કંસારી ગામના ઝાંપા પાસે વહી જતા પુરના પાણી તસ્વીરો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૩૧ : ઉના તાલુકા શહેર ગ્રામ્યમાં ગઇરાત્રે શરૂ થયેલ વરસાદ આજે સવાર સુધીમાં ૧ર કલાકમાં ૪ થી ૬ ઇંચ વરસી ગયો હતો આજે સવારે મેઘરાજાએ પોરો ખાધો છે. ધૂપછાંવ વાતાવરણ છે. ભારે વરસાદને લીધે તાલુકાના આમોદ્રા, કંસારી, વાવરડા, ખત્રીવાડા, બેટમાં ફેરવાઇ ગયેલ છે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઇ ગયેલ છે.

દ્રોણા કોઝવેમાં ગીરગઢડાના ફાટસર ગામના મુન્નાભાઇ રાઠોડ (ઉ.૪૦) નામનો યુવાન ગઇકાલે તણાય ગયા બાદ આજે સવાર સુધી પત્તો મળેલ નથી.

ઉના શહેરમાં રવિવારે રાત્રે મેઘરાજાની તોફાની બેટીંગ કરી ૧ર કલાકમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારમાં ૬ ઇંચ વરસાદ વરસી ગયેલ. આમોદ્રા, કંસારી, વાવરડા વિસ્તાર બેટમાં ફેરવાયું વાહન વ્યવહાર બંધ થયેલ છે. મછુન્દ્રી ડેમ ૪૦ સે.મી.ઓવરફલો હજુ ચાલુ છે. મછુન્દ્રી નદીમાં ઘોડાપુર આવ્યું છે. રાવલ ડેમના પાંચ દરવાજા બે ફુટ ખોલાતા પ્રતિ સેકન્ડ ૧ર૦૬પ કયુસેક પાણી રાવલ નદીમાં ઠલવાતા ઘોડાપુર આવેલ છે.

તોફાની બેટીંગ મેઘરાજા કરતા હોય તેમ ૬ કલાકમાં સાંજે ૬ સુધીમાં શહેરમાં ૮૯૧ મી.મી. ૪ ઇંચ વરસાદ વરસી ગયો હતો મોસમનો ૪૪ાા સાડાચુમાલીસ, ઇંચ, થઇ ગયો છે.

ગ્રામ્ય વિસ્તાર દેલવાડા, નવાબંદર, વાસોજ, પાલડી, સીમર, ગરાળા મોઠા, આમોદ્રા, સનખડા, સામતેર, ભાયા, કંસારી, ખાપટમાં ૬ ઇંચ સુપડાધાર વરસી જતા ગામાં ર ફુટ પાણી ભરાયા હતા. અને આમોદ્રા ગામ બેટમાં ફેરવાઇ ગયું છે. ચારે બાજુ પાણી પાણી થઇ જતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો.

ઉના તાલુકાના કંસારી ગામે નેશનલ હાઇવે રોડના ઓવર બ્રીજ જે કારણે કંસારી ગામના રોડ ઉપર ર ફુટ પાણી ભરાતા ઉના કંસારી ભાચા  ગામનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. ખાત્રીવાડા પણ બેટમાં ફેરવાય ગયેલ છે.

તેમજ ઉના-ગીરગઢડાના મછુન્દ્રી ડેમ ઉપરવાસ જંગલમાં વરસાદ પડતા ડેમમાં પાણીની આવક વધતા ડેમ ૪૦ સે.મી. ઓવર ફલો થયો હતો મછુન્દ્રી નદીમાં ઘોડાપુર આવેલ હતું દ્રોણગામે બેઠા પુલ ઉપર ચાલીને પસાર થતો ગીરગઢડા તાલુકાના ફાટસર ગામનો મુન્નાભાઇ કરશનભાઇ રાઠોડ ઉ.૪૦ પાણીનું વહેણ વધતા તણાઇ ગયો હતો હજુ સુધી તેની ભાળ મળી નથી. પાણીનો પ્રવાહ વધુ છે.

રાવાલડેમ ઉપર પણ ઉપરવાસ વરસાદ વધારે પડતા ડેમની ૧૮.૭૦ મીટર સપાટી જાળવવા પાંચ દરવાા બે ફુટ ખોલી નાખવામાં આવતા ડેમમાંથી પ્રતિસેકન્ડ ૧ર૦૬પ કયુસેક  પાણી છોડવામાંં આવતા રાવલ નદી ગાંડી તુર બની છે રાવલ નદી જાયે આવતા ગામડાઓમાં પાણી ભરાઇ ગયા છે વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે.

(11:56 am IST)