Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ગોંડલ તાલુકા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધીઃ એકની ધરપકડ

દારૂની બોટલ ૧૩૧ તથા કાર મળી ૪.૬પ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે તાલુકા પોલીસનો સ્ટાફ અને કાર નજરે પડે છે.

રાજકોટ તા. ૩૧ :.. ગોંડલ તાલુકા પોલીસે ગોમટા ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર પકડી પાડી જૂનાગઢ પંથકના શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલ તાલુકાના પીએસઆઇ મહેન્દ્રસિંહ પરમાર તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે પો. કો. પ્રફુલ્લભાઇ પરમારને મળેલ બાતમીના આધારે ગોમટા ચોકડીએ વોચ ગોઠવી જુનાગઢ તરફથી આવતી સ્વીફટ કાર નં. જીજે-૧ર બી. આર. ૧૯૬ ને ચાલવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૩૧ કિ. ૬પ,પ૦૦ નો જથ્થો મળી આવતા દારૂ અને કાર મળી કુલ રૂો ૪૬પ લાખના મુદામાલ સાથે કારમાં બેઠેલા વલીમહેમદ ઉર્ફે ભોલો હાસમભાઇ નોઇડા રહે. હાલ સાબલપુર વોંકળા કાંઠે મુળ ગામ સરગવાડા તા. જી. જૂનાગઢને પકડી પાડી ધરપકડ કરી હતી.

આ કાર્યવાહીમાં તાલુકા પોલીસના હેડ કો. વિપુલભાઇ ગુજરાતી તથા કૃષ્ણરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:56 am IST)