Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ગોંડલની નંદનવન સોસાયટીમાં જુગાર રમતી ૯ મહિલાઓ ઝડપાઇ

જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે રમતા પોલીસ ઝપટે ચડી ગયા

ગોંડલ,તા.૩૧ : ગોંડલ ગુંદાળા રોડ સહજાનંદ એન્ટરપ્રાઇઝ વાળી શેરી મા નંદનવન સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે મહિલાઓ દ્વારા જુગાર રમતો હોય સીટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા  પુષ્પાબેન ગોરધનભાઇ ભોલા, દમુબેન બાબુભાઇ ભટ્ટી, ભાવીશાબેન સંજયભાઇ વાગડીયા , શર્મીલાબેન મેહુલભાઇ રાદડીયા, નીશાબેન પરેશભાઇ રાયચુરા,.લલીતાબેન નરેન્દ્રભાઇ કોરીયા, હેતલબેન અનુભાઇ ચૈાહાણ, જયશ્રીબેન સુરેશભાઇ ચૈાહાણ , રાજશ્રીબેન અનીલભાઇ રાઠોડ રહે બધા ગોંડલવાળાઓને ઝડપી લઈ રોકડ રૂ.૧૦૦૫૦/-તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૩૦૦૦/- મળી કુલરૂ.૧૩૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:57 am IST)
  • ગઇકાલે થયેલ લડાખ સરહદ ઉપર ચીનાઓ સાથેની અથડામણમાં કેપ્ટન રેન્કના ઓફિસર શહીદ થયાના અહેવાલો સત્તાવાર વિગતોની જોવાતી રાહત (ન્યુઝ ફર્સ્ટ) access_time 5:20 pm IST

  • " ચેસ ઓલમ્પિયાડ " : ભારતે રચ્યો ઇતિહાસ : પહેલીવાર બન્યું ચેમ્પિયન : ભારત અને રશિયા વચ્ચેની ઓનલાઇન ફાઇનલ સ્પર્ધા દરમિયાન ભારતના ખેલાડીઓ નિહાલ સરિન અને દિવ્યા દેશમુખનું ઇન્ટરનેટ કનેક્શન ખોરવાઈ ગયું : આયોજકોને રજુઆત કરાતા બંને દેશોને સંયુક્ત રીતે ચેમ્પિયન ઘોષિત કરાયા access_time 8:59 pm IST

  • ૩૦ સપ્ટેમ્બરથી ભારતથી ઉપડનારી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ઉપરનો પ્રતિબંધ લંબાવાયો : ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશનનો આદેશ access_time 12:55 pm IST