Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વડિયાની સુરવો નદીના પુરમાં સેલ્ફી લેવા જતા યુવક તણાયો

ડેમના દરવાજા ખુલ્લા હોય નદીમાં ઘોડાપૂર : લાપતાની શોધખોળ

વડિયા તા. ૩૧ : વડિયા વિસ્તારમાં ભારે વરસાદથી ગામની મધ્યમાંથી પસાર થતી સુરવો નદી બેકાંઠે વહી રહી છે. વડિયા વિસ્તારમાં વરસાદ ભારે થી સુરવો ડેમ ઓવરફલો રહેતા ડેમના દરવાજા ખુલ્લા હોય નદી ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહે છે. આજે ૬ વાગ્યા આસપાસના સમયમાં બે યુવકો સ્મશાનના ગેઇટ પાસે આવેલી ધાબી પર સેલ્ફી લેવા જતા એક યુવક તણાયો હતો. તેને બચાવવા બે યુવાનો પડતા તેનો સ્થાનિક લોકોની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. જયારે એક યુવાન લાપતા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર માં મામલતદાર પ્રશાંત ભીંડીની ટીમઙ્ગ ફલડ મામલતદાર મહેશ પટોડીયા, પીએસઆઇ સાંબડની ટીમ ઘટનાઙ્ગ સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ નદીમાં ઘોડાપૂર હોય યુવકને શોધવો મુશ્કેલ જણાયું હતુ.

આ યુવક રેલવેનુ બ્રોડગેજનુ કામ ચાલતું હોય તે કામ કરતો પરપ્રાંતીય હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની જાણ વડિયા ગામ લોકોમાં વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળા નદી કાંઠે એકઠા થયા હતા.ઙ્ગ નદીના ઘોડાપૂરમાં સેલ્ફી લેવી જીવલેણ હોવા છતાં બેદરકારી યુવકને ભારે પડી છે.

(11:57 am IST)