Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ગોંડલમાં ગોંડલી નદી કાંઠે મેલડી માતાજી મંદિરે પાણીમાં ફસાયેલા ૩૨ લોકોને રેસ્કયુ કરી બચાવાયા

તમામ લોકો માતાજીને તાવો ધરવા મંદિરે ગયેલ : નગરપાલીકાની સફળ કામગીરીઃ મંદિરના સંતોએ પણ ભકતોને બચાવવા રેસ્કયુમાં સાથ આપ્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. ૩૧:  ગોંડલ શહેર પંથકમાં શનિવાર રાતથી જ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો હોય નદીનાળા તેની ચરમસીમાથી વધારે વહી રહ્યા હોવાની પરિસ્થિતિ વચ્ચે અત્રેના ચુનારાવાડ તેમજ આસપાસના ગામના ૩૨ જેટલા લોકો મેલડી માતાજીના મંદિરે તાવો પ્રસાદ કરવા પહોંચ્યા હોય પૂરના પાણી મંદિરમાં ઘુસી જતા સર્વેના જીવ તાળવે ચોંટયા હતા નગરપાલિકા તંત્ર અને અક્ષર મંદિરના સંતો મહંતોએ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી ચાર કલાકની જહેમત બાદ સર્વે ને બચાવ્યા હતા આ દરમિયાન આઠ મોટરસાયકલ પૂરના પાણીમાં તણાઈ જવા પામ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ અક્ષર મંદિર અક્ષર ઘાટના સામેના ભાગે નદીકાંઠેઙ્ગ રાજવાડી પાસે મેલડી માતાજીનું મંદિર આવેલું હોય શહેરના ચુનારાવાડમાં રહેતા ચુનારા જ્ઞાતિના કેટલાક લોકો મંદિરે તાવા પ્રસાદ માટે વહેલી સવારનાઙ્ગ ગયા હતા દરમિયાન વધુ વરસાદના કારણે ગોંડલી નદી ગાડી તુર બનતા પૂરના પાણી મંદિરમાં દ્યૂસવા લાગતા ૩૨ લોકોના જીવ તાળવે ચોંટયા હતા આ દરમિયાન કોઈએ વિડીયો શુટીંગ કરી ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા ને જાણ કરતા તેઓ તરવૈયાઓ અને ફાયર ફાઈટરની ટીમને લઈ દ્યટનાસ્થળે દોડી ગયા હતા આ સાથે જ અક્ષર મંદિરના આરુણી ભગત તેમજ અન્ય સંતો ને પણ જાણ થતાં તેઓ પણ પૂરના ધસમસતા પાણીમાં જીવને જોખમમાં મૂકી રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા.

ચુનારા સમાજ ના લોકો વહેલી સવારે મેલડી માતાજીના મંદિરે પહોંચી ગયેલા હોય અગિયાર વાગ્યાની આસપાસ પૂરના પાણી મંદિરની અંદર પાંચ-સાત ફૂટ ઘુસી જતા ભયનો માહોલ સર્જાયો હતો તમામ લોકોનું રેસ્કયુ ઓપરેશન ૧૧:૦૦ વાગ્યે શરૂ કરાયું હતું અને ચાર કલાકની જહેમત બાદ અઢી વાગ્યે તમામ ને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા આ તકે સીટી પોલીસ પણ રેસ્કયુ ઓપરેશનમાં જોડાઇ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા વારંવાર નદી કાંઠે કે પૂરના પાણીમાં ન જવા સુચના આપવામાં આવતી હોવા છતાં પણ કેટલાક લોકો દ્વારા સૂચનાનું અનાદર કરવામાં આવતા મોતના મુખમાં ફસાયા હતા પરંતુ સધ્નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

(11:57 am IST)