Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

જામકંડોરણાના મોટા ભાદર ગામની સીમમાં જૂગાર રમતા પ ઝડપાયા

જામકંડોરણા તા. ૩૧ :.. રાજકોટ રૂરલ એલ. સી. બી. ઇન્સ. રાણા એલ. સી. બી. ના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે જામકંડોરણાના મોટાભાદરા ગામની સીમમાંથી અશોકભાઇ ભગવાનજીભાઇ અંટાળાની વાડીએ જુગાર રમી રહેલા (૧) અશોક ભગવાનજીભાઇ અંટાળા (ર) હસમુખ કાનજીભાઇ પોકીયા (૩) રાજેશ વલ્લભભાઇ સાકરીયા (૪) અશોક ટપુભાઇ વાછાણી (પ) રમેશ ભાનુભાઇ સરધારા રહે બધા મોટાભાદરા પાસેથી રૂ. ૩૧રપ૦ તથા મોબાઇલ કિ. ૧૧પ૦૦ તથા મોટર સાયકલ-ર કિ. રૂ. ૬૦,૦૦૦ મળીને કુલ રૂ. ૧,૦ર,૭પ૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. એચ. એમ. રાણા તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(11:59 am IST)