Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કેશોદમાં વધુ ૪ ઇંચ : ઓઝત-સાવલી નદીના પાણી ફરી વળતા ઘેડ પંથક બેટ બન્યું

બામણાસા વાડી વિસ્તારના ૪૦ લોકો પૂરમાં ફસાયા : અખોદરના પ૦થી વધુ મકાનોમાં નુકશાની : મેસવાણ ગામે યુવાન તણાયો : બે કલાકમાં ૪ ઇંચથી કેશોદમાં ૭૦૦ થી વધુ મકાનોમાં પાણી ઘુસ્યા

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા. ૩૧ : સમગ્ર કેશોદ વિસ્તારે ઓગસટ માસનું છેલ્લુ પખવાડીયું સતત વરસાદ વચ્ચે જ વિતાવ્યું. સતત અને ભારે વરસાદ બાદ પચણ આજે સવારે આકાશે છવાયેલા સજળ વાદળો વચ્ચે પણ સુર્યદર્શન થવા પામેલ હોઇ, પરંતુ વાતાવરણ જોતા નિકળેલ વરાપ છેતરામણી ભાસી રહેલ છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ગઇકાલે સવારથી આજ સવાર સુધીમાં આ વિસ્તારમાં ચાર થી પાંચ ઇંચ જેવો વરસાદ વરસી જતા સિઝનનો કુલ વરસાદી આંક પ૮ ઇંચે પહોંચેલ છે.

સતત વરસાદના કારણે માર્ગો પર પાણી પાણી... થઇ જવા પામેલ છે નિચાણ વાળા વિસ્તરોમાં ગોઠણ સુધી પાણી ભરાઇ જતા લોકોનું અવન-જવન બંધ થઇ જવા પામેલ હતું. ભારે વરસાદના કારણે કુદરતી પાણીના નિકાલ માટે નદીઓની ક્ષમતા ટૂંકી પડતી જોવા મળેલ હતી નદીઓમાં આવેલ ભારે પુર જોવા લોકો ઉમટી પડયા હતાં.

કેશોદના ગ્રામ્ય વિસ્તારો ખાસ કરીને ઘેડ પંથકમાં પણ ભારે વરસાદના કારણે સ્થળ જળમાં ફેરવાઇ જવા પામેલ હતાં.

બીજી તરફ સતત અને ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભો ચોમાસુ પાક પિળો પડી ગયાની ખેડૂતોમાં ફરીયાદ ઉઠેલ છે. આ સ્થિતિ વચ્ચે મ્હોમાં આવેલ કોળીયો છીનવાતો હોવાનું જણાત ખેડૂતો મુંજવણમાં મુકાઇ ગયેલ છે.

કેશોદઃ છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલ વરસાદ ખાસ કરીને ઉપર વાસના જોરદાર વરસાદને લઈને ઓઝત અને સાબલી નદીમાં ધોડાપુર આવતા ઘેડ વિસ્તારના અનેક ગામોમાં પાણી ફરી વળતા ધેડ વિસ્તાર બેટમાં ફેરવાતા ખેતીનો સંપૂર્ણ પાક આ વિસ્તામાં નિષ્ફળ ગયેલ છે. પરીણામે દ્યેડ વિસ્તારમાં મોટી નુકશાનીનો અંદાજ મંડાઈ રહેલ છે.

ઓઝત અને સાબળી નદીના પાણી ફળી વળતા નદીઓ ગાંડીતુર બનતા બામણાસા ગામે વાડી વિસ્તારમાં ૪૦ થી ૪૫ લોકો ફસાઈ જતા આ લોકોના બચાવ માટે NDRF ટીમ ફોરવ્હીલ કાફલા સાથે બામણાસા વિસ્તારમાં જવા નીકળતા રસ્તામાં પાણીની આવક વધતા પંચાળા ગામે NDRF વાહનો ફસાયા હતા.

પંચાળા થી બામણાસા વાડી વિસ્તારમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા રાત્રીના અંધારૂ હોય વહેલી સવારે રેસ્કયું કરવા વિચારણા હાથ ધરતા બામણાસાના સરપંચે વિરોધ કરી કોઈ જાનહાની કે ખાના ખરાબી બાદ રેસ્કયું કરવાનો કોઇ મતલબ નથી તેમ જણાવી સરપંચે બીજા વિકલ્પ તરીકે પાડોદરથી બામણાસા આવવા મામલતદારને જણાવ્યુ હતુ.

આ ઉપરાંત ધેડ વિસ્તારના અખોદર ગામના પચાસથી વધુ ધરમાં પાણી ફરી વળતા સતત વરસાદ સાથે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.મોટી નુકશાની થયાનુ જાણવા મળેલછે.

તાલુકાના મેસવાણ ગામે ચાલુ વરસાદે નદીમાં બે વ્યકિત તણાયા હતા. જેમાં એક નો બચાવ થયો હતો. જયારે અન્ય એક ૪૦ વર્ષનો દલિત યુવાન નોરી નદીના ધસમસતા પુરમાં ટુ વ્હિલર સાથે પુલ ઓળંગવા જતા નદીના પુરમાં તણાઈ જતા મેસવાણ મુકામે મામલતદાર અને રીસ્કયુ ટીમ પહોંચી તણાયેલ યુવાનની શોધખોળ આદરી હતી.

કેશોદમાં ગઈકાલે બપોર બે કલાકમા ચાર ઈંચ જેવો વરસાદ પડતા શહેરના તમામ વિસ્તારો તરબોળ થઈ ગયેલ હતા. તથા ઉતાવળી નદીમાં પુર આવતા બે કાંઠાની ઉપર વહી રહી હતી.

ગઈકાલના ધોધમાર વરસાદથી શહેરના રણછોડ નગર, ગોપાલ નગર, જાગનાથ વિસ્તાર તથા ઉતાવળીયા નદી વિસ્તાર સહિતના શહેરના અન્ય નીચાણ વાળા વિસ્તારોના સાતસોથી વધુ ધરોમાં પાણી ફરી વળતાં ઘરની સાધનસામગ્રી પાણીમાં તરબોળ થઈ ગયેલ હતી. તથા પાલિકાની પ્રિ-મોન્સુન કામગિરીની પોલ ખુલી હતી.

બામણાસા વાડી વિસ્તારમાં ફસાયેલા ચાલીસથી વધુ લોકોના રેસ્કયુ માટે એનડીઆરએફ ટીમ આજે સવારે પાડોદર પહોંચી ત્યાંથી બામણાસા જવા રવાના થયેલ છે.

પાડોદર થી બામણાસા ૪ કીમીના અંતરે આવેલછે. જયાં રેસ્કયુની કામગિરી હાથ ધરી રેસ્કયુ ટીમ ફસાયેલા તમામને લઇ બામણાસ ગામમાં પહોંચાડશે.

(12:56 pm IST)