Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાવલ ફરી બેટમાં ફેરવાયું: મોસમનો વરસાદ ૮પ ઇંચ

રાવલ તા. ૩૧ :.. રાવલમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડેલ છે. મોસમનો કુલ વરસાદ ૮પ ઇંચ નોંધાયેલ છે. વર્તુ ડેમના ર૦ દરવાજા છ ફુટ જેટલા ખોલવામાં આવતાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાવલ ફરી બેટમાં ફેરવાઇ ગયેલ છે, અને હેઠવાસના વિસ્તારના ઘરોમાં ગોઠણ સમા પાણી ભરાઇ જતાં ત્યાં  ના રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે, તેમને સરકારી શાળામાં ખસેડવામાં આવેલ છે, અને તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

છેલ્લા ૭૦ દિવસથી એક પણ દિવસ એવો નથી ગયો કે જે દિવસે બિલકુલ વરસાદ ન થયો હોય, સતત વરસાદી વાતાવરણથી રોગચાળો ફેલાવાનો પુરો ભય છે, તેથી તે તરફ પણ સરકાર અને નગરપાલિકા યોગ્ય પગલા ભરે તેવી લોક માંગણી છે.

(12:58 pm IST)