Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

હાલારમાં મેઘાની જમાવટઃ સૌથી વધુ ફુલઝર- બે ડેમ ઉપર ૧૧ ઇંચ ખાબકયો

અન્ય જળાશયો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસી ગયોઃ ભણગોર ૧૦, વસઇ-પડાણા દસ, પરડવા-૯, ધુનડામાં ૮ાા ઇંચ વરસાદ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૩૧ : હાલારમાં સર્વત્ર મેઘ મહેર થઇ છે. જેમાં સૌથી વધુ ફુલઝર-ર ડેમ ઉપર ૧૧ ઇંચ વરસાદ ૧૪ કલાકમાં નોંધાવા પામ્યો છે. જે ર૪ કલાકનો વરસાદ નીચે મુજબ છે.

સસોઇ-ર૩૦, પન્ના ૧૦૦, ફુલઝર-૧ ઉપર ૧૧૦, સપડા ર૧પ, ફુલઝર-ર ડેમ ઉપર ર૭પ, વિજરખી ૧૮૦, લાખણસાર ર૧૦, રણજીતસાગર ૧ર૭, ફોફળ ઉપર ૩૦, ઉંડ ૩ ઉપર ૧૮૦, આજી૪ ઉપર ૯૮, રંગમતી ૧૬પ, ઉંડ-૧ ડેમ ઉપર ૧૬૦, કંકાવટી ૧૬પ, ઉંડ-ર ઉપર ૩૬, વોડીસંગ ૧૩૦, ફુલઝર ર૩૦, રૂપાવટી ૧૮૦, રૂપારેલ ૮૦, વનાણા ૧૩પ, બાલભડી ૭૦, ઉમિયાસાગર ૧૮૦, વાગડીયા ૧૪પ, ઉંડ-૪ ડેમ ઉપર  ૭૮ મી.મી. વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકાના વસઇ ર૪પ, લાખાબાવળ ૧૬૭, મોટી બાણુગાર ૧૧૦, ફલ્લા ૧૩૦, જામવણથલી ૧૪૦, ધુતારપુર-પ૦, અલિયાબાડ ૧૧પ, દરેડ ૧૯૦ મી.મી.

જોડીયા તાલુકાના હડીયાણા ૭૩,બાલંભા-૯ર, પીઠડ-૧૦૦, ધ્રોલ તાલુકાના લતીપુર ૪ર, જાલીયા દેવાણી ૧૧૦, લૈયારા ૮ર, કાલાવડ તાલુકાના નિકાવા ૭પ, ખરેડી - ૮પ, તા. ભેરાજા-૧રપ, નવાગામ-૭પ, મોટા પાંચ દેવડા-૯૦, મોટા વડાળા ૧રપ મીમી વરસાદ પડયો છે.

જયાર જામજોધપુર તાલુકાના સમાણા ૧૮૦, શેઠવડાળા-૧૭૦, જામવાડી-૧૯૦, વાંસજાળીયા-૧૯૦, ધુનડા-ર૧પ, ધ્રાફા ૧૮૦, પરડવા ર૩૦, લાલપુર તાલુકાના પીપરતોળા -૬૬, પડાણા ૧૮પ, ભણગોર-રપ૧, મોટાવડાળા-૧પ૦, મોડપર ૧૯૮ તથા ડબાસંગમાં ર૧ર મીમી વરસાદ નોંધાયો છે.

(1:00 pm IST)