Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ખંભાળિયામાં બે દિ'માં ૧રાા ઇંચઃ સિઝનનો અધધધ... ૧૦૦ ઇંચ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૦૦ વર્ષના રેકોર્ડ તૂટયોઃ સરેરાશ ૩૩૩ ટકા ખાબકયોઃ ખંભાળીયા ૩પ૦ ટકા, ભાણવડ ૩૬૦ ટકા, દ્વારકા ર૭૯ ટકા અને કલ્યાણપુર ર૯૪ ટકા કુલ વરસાદ વરસી ગયો આ વખતે અનેક રેકોર્ડ તોડી નાખ્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩૧: દેવભુમિ દ્વારકા જિલ્લો રાજયમાં જ નહી પણ દ્વારકા જીલ્લાના ઇતિહાસમાં ર૦૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે. ૩૩૩ ટકા  સરેરાશ વરસાદની અત્યાર સુધીનો રેકોર્ડ સજાર્યો છે તથા ખંભાળિયા ૩પ૦ ટકા તો ભાણવડ ૩૬૦ ટકા અને દ્વારકા ર૭૯ ટકા અને કલ્યાણપુરમાં ર૯૪ ટકા કુલ વરસાદ થયો છે.

ગત શનિ-રવિ બંન્ને દિવસમાં ગઇકાલે વધુ પડશે તેવી ખંભાળિયાના હવામાન આગાહી કાર કનુભાઇ કણઝારીયાની આગાહી સાચી પડી હોય તેમ શનિવારે ૪ ઇંચ અને રવિવારે ૮ાા ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧૦૦ ઇંચને પાર કરીને બે દિવસમાં ૧રાા ઇંચ વરસાદ પડયો હતો.

કલ્યાણપુરમાં આગલા દિવસે ૯૪ તથા ગઇકાલે ૧૭૩ મળીને કુલ ર૬૭ મી.મી. ૧૦ાા ઇંચ વરસાદ પડયો છે. તો દ્વારકામાં આગલા દિવસે ૧૦૪ અને ગઇકાલે થઇને પાંચ ઇંચ વરસાદ પડયો છે. તો ભાણવડમાં આગલા દિવસે ૩૩ અને ગઇકાલે ૧૮૮ સાથે રર૯ મી.મી. ૯ ઇંચ જેટલો વ્યાપક વરસાદ પડયો હતો.

ભારે વરસાદ ડેમો ભયજનક

દેવભુમિ જિલ્લામાં ભારે વરસાદથી ડેમો સપાટીએ પહોંચી ગયા હતા. ખંભાળિયાનો ધી ડેમ સતત એક માસથી ઓવરફલો છે. તેમાં ગઇકાલે રાત્રે તથા આખા દિવસમાં ૮ાા ઇંચ વરસાદ પડતા રાત્રે ધી ડેમ ભયજનક સપાટીએ ૬ ફૂટે ઓવરફલો થતાં ડેડવાણમાં ઘોડાપુરની સ્થિતિ આવી હતી. તથા સલાયામાં ગોઇજ રોડ પર આઠ ફુટ પાણી ફરી વળ્યા હતા તો  પાણી ગામમાં ઘુસવા લાગ્યું હતુ.

ખંભાળિયાના સિંહણ ડેમ પણ ચાર ફૂટ ઉપર ઓવરફલો થતાં  ડેડવાણમાં ઘોડાપુરની સ્થિતિ થઇ હતી. તો ગઢકામાં ભારે ઓવરફલો થયો હતો તો જિલ્લામાં તમામ ડેમો બે થી છ ફૂટ સુધી ઓવરફલો થતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતુ.

ગામમાં નીચાણવાળા  વિસ્તારોમાં પાણી ભરાયા

ખંભાળિયાનો ધી ડેમ ઓવરફલો થતાં તથા ઘી નદી અને તેલી નદીમાં ઘોડાપુરની સ્થિતિ થઇ હતી. તો ખંભાળિયામાંં શીતેશ્વર તળાવ પાસે ગોવિંદ તળાવ ખાતે મહાપ્રભુજી બેઠક, શ્રીજી સોસાયટી નારાયણનગર સ્ટેશન રોડ  જિ. વિસતારોમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા તો ઘી નદી ના પાણી સ્મશાન સુધી ઘુસી ગયા હતા.

ખેતરો તળાવમાં ફેરવાઇ ગયા

બે દિવસ સતત વરસાદ અને ગઇકાલે સમગ્ર જિલ્લામાં ૮૦ થી ૧૦ ઇંચ ભારે વરસાદના પગલે જિલ્લાના તમામ ગામોના ખેતરો પાણીમાં ફરી વળ્યા હતા. તથા તળાવ જેવી સ્થિતિ થઇ હતી તથા ખેડુતોના રહયો સહીયો પાક પણ નાબુદની સ્થિતિમાં આવી ગયો હતો તો જિલ્લાના તમામ ચેકડેમો તળાવો ચિકકાર થયા છે તો કયાંક કયાંક ગાબડા પણ પડયા છે.

કુબેર વિસોત્રીમાં દોરડાથી લોકોને જવું પડે

ખંભાળિયાના કુબેર વિણોત્રી ગામે ખેડુતોએ સીમની વાડીમાં જયા કોઝવે પર પર દોરડા બાંધીને જોખમી સ્થિતિમાં જવુ પડે તેવી સ્થિતિ થતાં તથા તેના  વીડીયો વાઇરલ થતાં ખંભાળિયા પ્રાંત ડી.આર. ગ્રુપ દ્વારા મામલતદાર ટી.ડી.ઓ.ને તપાસ કરી મુલાકાતે મોકલ્યા હતા.

સવારે ધી ડેમે સેલ્ફી માટે યુવાનો ઉમટયા

આજે સવારે ધી ડેમ ૬ ફૂટ ભયજનક સપાટીએ પહોંચ્યાના ખબર ફેલાતા આઠ વાગ્યે સવારમાં જ યુવાનો સેલ્ફી વિડીયો લેવા પહોંચતા પ્રાંત અધિકારી ગુપ્તા તથા પો.ઇ. ગઢવીએ તુરત પોલીસને વાન મોકલીને ત્યાંથી લોકોને કાઢયા હતા.

ઠેર ઠેર ઝરણા નદીની સ્થિતિ

૧૦૦ ઇંચ વરસાદ ખંભાળિયામાં થતાં તથા અનય સ્થળે પણ ૩પ૦ ટકા રપ૦ ટકા, ર૯૦ ટકા જેટલો વરસાદ થતાં ખંભાળિયા શહેર સહિત સમગ્ર જિલ્લામાં હાઇવે તથા ગામો રસ્તાઓ પર ઝરણા નદીની સ્થિતિ થઇ ગઇ છે.

(1:02 pm IST)