Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેડૂતો ને વિવિધ યોજનાઓની નિષ્ણાતો દ્વારા માહિતી અને માર્ગદર્શન અપાયું

સાવરકુંડલા :  માર્કેટીંગયાર્ડ ખાતે સાસંદ નારણભાઈ કાછડીયા અને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો.ભરતભાઈ બોધરા. સા.કું. યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવા અને ભરતભાઈ બોધરા એ અધીકારી  ઓને ખેડૂતો ને ખોટા ધક્કો ખવરાવયા વીના સરકાર  નો લાભ લ્યે તેવી ટકોર કરી હતી સરકાર ઉદાર હાથે આપે છે તો વધારે કાગળ નય જોતા એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.  આ તકે   મહામંત્રી કમલેશભાઈ કાનાણી, રવુભાઈ ખુમાણ ..સા.કું. તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ સાવલીયા, પુનાભાઈ ગજેરા, ડી.કે.પટેલ, જયસુખભાઈ નાકરાણી, લાલજીભાઈ મોર, મનજીભાઈ તળાવીયા એ.બી.યાદવ, ભનુભાઈ મોર.નીલેષભાઈ કચ્છી, કાળુભાઈ  લુણસર, કીશોરભાઈ બુહા , સા.કુ તાલુકા પંચાયતના પ્રમુખ રાધવભાઈ સાવલયા,  જસુભાઈ ખુમાણ , જયોસનાબેન અગ્રાવત, નીતીનભાઈ નગદયા, પ્રકાશભાઈ ગેડીયા, જયોતીબેન ચુડાસમા, રામદેવસીહ ગોહીલ, અરવીદભાઈ મેવાડા, વીજયસીહ વાઘેલા, હેમાગ ગઢીયા્ રાજુભાઈ દોશી, રાજુભાઈ શીગાળા, ભુપતભાઈ પાનશુરીયા મુસ્તાક જાદવ જગદીશભાઇ ઠાકોર, સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી સરપંચ ઓ.તથા ખેતીવાડી અધીકારી  તાલુકા પંચાયત સ્ટાફ  આરોગ્ય વીભાગ તથા નગરપાલિકા સદસ્યોઓ અને સરપંચ ઓ .ખેડુત મીત્રો હાજર રહેલ અને સાવરકુંડલા તથા લિલિયા તાલુકા માંથી અને બીજા તાલુકામાંથી પણ બહોળી સંખ્યામાં કાર્યકરો  ઉપસ્થિત રહ્યા હતા.

(1:02 pm IST)