Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ગોંડલ પંથકમાં પાંચ ઇંચઃ પાંચીયાવદર બેટમાં ફેરવાયું

ગોંડલ,તા.૩૧: ગોંડલ શહેર પંથકમાં શનિવાર રાતથી જ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો હોય રવિવાર સાંજ સુધીમાં ચારથી પાંચ ઇંચ સર્વત્ર વરસાદ નોંધાયો હતો જેના પગલે શહેરની ગોંડલી નદી ગાડી તુર બની બે કાંઠે વહી હતી.નદી કાંઠે બાલાશ્રમ સામે આવેલ કાચાં મકાનો તથાં ઝુંપડાઓમાં પાણી દ્યુસી ગયા હતા. તો તાલુકાના વાસાવડ, દેરડી કુંભાજી, શિવરાજગઢ, સુલતાનપુર સહિતના ગામોમાં પણ ધમાકેદાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા જેના પગલે કપાસ અને મગફળી જેવા પાક ને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું.

તાલુકાના શેમળા, પાંચિયાવદર ગામે પાંચ ઇંચથી પણ વધારે વરસાદ વરસતા ગામનો ગોંડલી નદી પરનો ૧૫ ફૂટથી ઊંચો પુલ પણ પાણીમાં ગરક થઇ ગયો હતો પુલ પર એક ફૂટથી પણ વધારે પાણી વહેવા લાગતા પાંચિયાવદર ગામ બેટમાં ફેરવાયું હતું ગ્રામજનોને ગામમાં પાણી દ્યુસી જવાનો ભય લાગ્યો હતો સધ્નસીબે સાંજે વરસાદે વિરામ લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે શહેર પંથકમાં ધમાકેદાર વરસાદ વરસવા થી રાજમાર્ગો અને નદી-નાળાઓ પાણીથી છલકાયા હતા ત્યારે મામલતદાર કચેરીના ફ્લડ કન્ટ્રોલ રમ ખાતે માત્ર બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

(1:05 pm IST)