Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

પત્ની સાથે ઝઘડામાં પતિ કલમશી ઉર્ફે કમલેશ બાવિયાએ છ માસની બાળકીને ધોકો ફટકારતા મોત

માળીયા તાલુકાના માંણબા ગામનો બનાવ : આરોપીની ધરપકડ

મોરબી તા. ૩૧ : માળિયા પંથકમાં શ્રમિક દંપતી વચ્ચે ઝઘડામાં માસૂમ બાળકીનું મોત નીપજયું હતું પતિ તેની પત્ની સાથે ઝઘડો કરતો હોય અને ઉશ્કેરાટમાં છ માસની બાળકીને માથામાં ધોકો ફટકારી દેતા બાળકીનું મોત થયું હતું. આ બનાવના પગલે માળિયા પોલીસે હત્યારા પિતાને ઝડપી લીધો છેઙ્ગ

માળિયા તાલુકાના માંણાબા ગામે ખેત મજુરી કરતુ એમપીનું દંપતી રહેતું હોય જેમાં કલમશી ઉર્ફે કમલેશ ધુધેસિંગ બાવિયા નામનો શખ્શ રાત્રીના પરિવાર સાથે બેઠો હોય અને ઉશ્કેરાઈ જઈને પત્નીને લાકડાનો ધોકો લઈને મારવા દોડ્યો હતોે. જેમાં વચ્ચે પડતા તેના ભાભીને ધોકો મારી લીધો હતો અને પત્ની સંગીતા તેની નાની દીકરી સવીનાંને તેડીને ભાગવા ગઈ હતી જેથી પતિએ બાળકીને તેના હાથમાંથી ખેચી લઈને ખાટલામાં ઘા કર્યો હતો અને માથામાં દીકરીને ધોકો ફટકારી દીધો હતો જેથી વાડીના માલિક પ્રવીણભાઈ પટેલના ઘરે જઈને સમગ્ર વાત કરી હતી અને ૧૦૮ બોલાવી માળિયા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયારે છ માસની બાળકીને માથામાં ધોકો મારતા તેનું મોત થયું છે.

આ બનાવ અંગે પત્નીએ પતિ કલમશી ઉર્ફે કમલેશ ધુધેસિંગ બાવિયા રહે હાલ માંણાબા વાળા સામે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે માળિયા પીએસઆઈ એન બી ડાભીની ટીમે આરોપી હત્યારા પિતાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:10 pm IST)