Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

જુનાગઢની સાબલપુર જીઆઇએસડીમાં ક્રિશ્ના સીડસ ઇન્ડ. નામની ફેકટરીમાંથી ૧૩૬ પેટી વિદેશીદારૂ ઝડપાયો

કટીંગ કરે ત્યાર પહેલા જ પોલીસે બુટલેગરની બાઝી બગાડી : મુદ્દામાલ કબ્જે કર્યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૩૧: જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાચ જુનાગઢના ઇચા. પો. ઇન્સ. આર. કે. ગોહિલ તથા પો. સ્ટાફને પો. ઇન્સ. આર.કે. ગોહિલ તથા પો. કોન્સ. ડાયાભાઇ કરમટાને બાતમી રાહે ખાનગી હકિકત મળેલ કે, જુનાગઢના રહીશ રવિ હમીરભાઇ ભારાઇ રબારી રહે. જુનાગઢ દોલતપરા વાળાએ જુનાગઢ સાબલપુર જી.આઇ.ડી.સી..માં ભવાને એસ્ટેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં નિલેશભાઇ પટેલનું ક્રિષ્ના સિડસ નામનું કારખાનું આવેલ છે.

બહરાના રાજયમાંથી ગે.કા. રીતે કોઇપણ વાહન મારફતે મોટા જથ્થામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે. અને કટીંગ કરવાની પેરવીમાં છે જે બાતમી હકિકત આધારે તપાસ કરતા સદર જગયાએ રેઇડ કરતા કારખાનાના ગગોડાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ -૧૩૬ બોટલ નંગ-૧૬૩૦ કિ. રૂ. ૬,પર,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી હાજર નહિ મળી આવેલ ઇસમ વિરૂધ્ધ પ્રોહીધારા હેઠળ જુનાગઢ તાલુકા પોલસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલમાં દારૂની પેટી ઉપરાંત મો. સા. હિો સ્પલેન્ડર નંબર વગરનુ઼ ીક. રૂ. રપ,૦૦૦/-, વી.વો. કંપનીનો એન્ડ્રોઇડ મો. ફોન-૧ કિ. રૂ. પ૦૦૦/- રોકડા રૂપિયા ૩૬૦/- મળી કુલ ડો. રૂ. ૬,૮ર,૩૬૦નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.  આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચમાં ઇચા. પો.ઇન્સ. આર. કે. ગોલિ તથા પો. સ.ઇ. ડી.જી. બડવા તથા પો. હેડ કોન્સ. એસ.એ.બેલીમ, ડો. આર. નંદાણીયા વિ.કે. ચાવડા, બી.કે. સોનારા, ભરતભાઇ બી.ઓડેદરા, જીતેષા એચ. મારૂ, નિકુલ એમ. પટેલ, પો.કોન્સ. દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયા તથા પો. કોન્સ. સાહિલ સમા, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઇ કરંગીયા તથા મહિલા પો. કોન્સ. વિણાબેન નાગાણી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે.

(2:42 pm IST)