Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ખંભાળીયા પાણી પુરવઠાની લાઇન પાણીમાં તણાઇ !

ખંભાળીયા તા. ૩૧ : ગઇકાલે ૮ાા ઇંચ વરસાદ પડતા તથા ઘી ડેમની ઉપરવાસ કોલવા, સુતારીયા ભંડારિયા માંઝા છ ગામોમાં ભારે વરસાદને કારણે ઘી ડેમ ર૦ ફુટની સપાટીનો તેમાં ૬ફુટે ઓવરફલો થતા ભયજનક સપાટીએ પહોંચતા પુરને કારણે હેઠવાસમાંવી ફુટ ઉંચી ધી વોટર વર્કસની  ખંભાળિયાની પાણીની લાઇન પુરમાં તણાઇને ટુકડે ટુકડે થઇ જવા પાણી વિતરણ ઠપ્પ જેવી સ્થિતિ થઇ ગઇ છે.

પાલિકા ચીફ ઓફીસ શ્રી એ.કે. ગઢવી તથા વોટર વર્કલ ઇજનેર મુકેશ જાનીએ જણાવેલ કે ઘી ડેમ ૬ ફુટ ઓવફરફલો થતા ભારે પુરથી પાણીની મેઇન લાઇનો  તોડીને ટુકડા કરી નાખેલ છે જેથી ૬૦ ટકા વિસ્તાર પાણીથી વંચીત રહેશે. જો કે હજુ પણ ઘી ડેમ ચારણી ઓવરફલો હોય ઘી ડેમના આ પાણીને કારણે પાણીની લાઇન રીપેરીંગ થાય તેવું નહી જેથી હજુ પાંચેક દિવસ પાણી વિતરણ બંધ રહે તેવું છે.

આ બાબતે અગાઉ ૧ર ઇંચ બે કલાકમાં પડયો હતો ત્યારે પણ પાણીની લાઇન તુટી ગઇહ તી જે જોખમી રીતે કામ કરીને ત્રણ લાખના ખર્ચે લાઇનો પૂર્વવત કરી ત્યાં ગઇકાલના પુરવઠામાં હતી લાઇન તણાઇ જતા પ૦ હજાર જેટલી જનતા ૧૦૦ ઇંચ વરસાદે પાણી  વગરની રહે. તેવી સ્થિતિ વરસાદે ઉભી કરી છે.

આ અંગે ગત વખતે જ ખંભાળિયા પાલીકા અધિકારી તથા પ્રમુખ સાથે જિલ્લા કલેકટર દ્વારા ચા  ડેમ તથા પાઇપ લાઇન તુટવાની મુલાકાત લેવાઇ હતી તથા ખાડા કે અન્ય સ્ત્રોતમાંથી પુલ બનાવવા દરમ્યાન પણ કરાઇ છે આ અંગે ઝડપી કાર્યવાહી થશે તેમ જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યુંહતું તથા જલદીથી પાણી પુરવઠો પૂર્વવત થાય તે માટેપાલિકા તંત્રને સુચનાઓ પણ આપવામાં આવી છે.

(2:43 pm IST)