Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ધોરાજી: ખેડૂતોના પ્રશ્ને ધારાસભ્ય મંગળવારથી પ્રતીક ઉપવાસ પર ઉતરશે.: પ્રતીક ઉપવાસને તંત્રએ મંજૂરી ન આપી....

મંજૂરી ન મળે તો પણ ઉપવાસ કરીશ... અટકાયત કરાશે અને કોઈ ચેપ લાગે તો જવાબદારી તંત્રની : લલિત વસોયા

ધોરાજી :-  ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં અતિવૃષ્ટિ અને ભાદર, વેણુ, અને મોજ નદીમાં પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારની અંદાઝે 3000 વિઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે. અને તેના સર્વે માટે સરકાર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા ધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયાએ આગામી 1/9/20 મંગળવારથી પ્રાંત કચેરી ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન કરવા જાહેરાત કરી છે.

આ મામલે પ્રતીક ઉપવાસની મંજૂરી માંગતા પ્રાંત અધિકારીએ વર્તમાન કોરોના સ્થિતિમાં ઉપવાસની અરજી ના મંજુર કરી છે.
આ મામલે ધારાસભ્ય વસોયાએ નાયબ કલેક્ટરને પત્ર લખીને જણાવેલકે લગ્ન, ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવે છે. પ્રાંત કચેરીમાં પણ ઘણા લોકો આવે છે. જ્યારે હું ફક્ત એક વ્યક્તિ ઉપવાસ પાર ઉતારવાનો છું. ઉપવાસ દરમિયાન જો મારી અટકાયત કરાશે અને મને કોઈ ચેપ લાગશે તો જવાબદારી તંત્રની રહેશે.
આવતીકાલે ધારાસભ્ય લલિત વસોયા પ્રાંત અધિકારી કચેરી સામે પ્રતીક ઉપવાસ પર ઉતરશે. આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.

 ધોરાજી કોંગ્રેસના આવેદનપત્ર માં સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ....

ધોરાજી :- ધોરાજી - ઉપલેટા વિસ્તારમાં જમીનોનું ધોવાણ થતા ખેડૂતોના ઉભા પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકશાની આવી હોય આથી તત્કાળરૂપે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તેવી માંગ સાથે ધોરાજી કોંગ્રેસના આગેવાનો અને નગરસેવકો દ્વારા પ્રાંત અધિકારી ને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પ્રાંત અધિકારી ની ચેમ્બરમાં જ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું

(6:38 pm IST)