Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું જોર ઘટયું : આજે દિવસ દરમિયાન કચ્છના લખપતમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ : બગસરામાં બે ઇંચ : માંડવી - રાપર અને જોડિયામાં એક ઇંચ વરસાદ

૩૯ તાલુકામાં ઝાપટાંથી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યો : વરાપ નીકળતા ખેડૂતોને રાહત

રાજકોટ::::: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ઘણા સમયથી વરસી રહેલા વરસાદે વિરામ લેતા લોકોને રાહતનો અનુભવ થયો છે. આજે સવારના ૮ વાગ્યાથી લઈને રાત્રીના દસ વાગ્યા સુધીમાં વરસાદનું જોર ઘટયું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું ઘટવાની સાથે આજે દિવસ દરમિયાન કચ્છના લખપતમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. બગસરામાં બે ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે કચ્છના માંડવી - રાપર અને જામનગર જિલ્લાના જોડિયામાં એક ઇંચ વરસાદ પડ્યો છે

        આજે દિવસ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૩૯ તાલુકામાં ઝાપટાંથી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યો છે આજે સવારથી વરાપ નીકળતા ખેડૂતોને રાહત મળી છે.

        આજે દિવસ દરમિયાન અમરેલી જિલ્લાના ધારી બગસરા લીલીયા વડીયા જ્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળા અને જેસર તથા કચ્છના અબડાસા અંજાર ગાંધીધામ નખત્રાણા ભુજ મુન્દ્રા રાજકોટ જિલ્લાના ઉપલેટા ગોંડલ-જેતપુર જસદણ પડધરી રાજકોટ શહેર વિછીયા તેમજ જામનગર જિલ્લાના જામનગર શહેરમાં ઝાપટા વરસ્યા છે જામનગર જિલ્લાના ધ્રોલ માં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

               સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વઢવાણ સાયલા  મુળી ચુડા ધાંગધ્રા થાનગઢમાં ઝાપટા પડ્યા છે.

         મોરબી જિલ્લાના મોરબી શહેર વાંકાનેર હળવદ ટંકારા અને માળિયા-મિયાણામા પણ હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

(9:25 pm IST)