Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

દેવભૂમિ દ્વારકામાં દુષ્કર્મ કેસમાં આરોપીને અદાલતે 20 વર્ષની કેદની સજા ફટકારી

પીડિતા પર વિધી કરવાના બહાને ભુવાએ દુષ્કર્મ ગુજાર્યું : ખંભાળીયાની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને 10 હજારનો દંડની સજા ફટકારી

દેવભૂમિ દ્વારકામાં વર્ષ 2019માં થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને અદાલતે 20 વર્ષની કેદઅને 10 હજાર રૂપિયા દંડની સજા ફટકારી છે. જેમાં દુષ્કર્મ કેસમાં ખંભાળીયાની એડિશનલ સેશન્સ કોર્ટે એક આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી.

આ કેસની વિગતો મુજબ વર્ષ 2019માં આરોપી ભરત કરશન સોનગરા જે ભુવો બની અને પીડિતાનું મેલું કાઢવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું.

જેમાં પીડિતા પર વિધી કરવાના બહાને ભુવાએ કપડાં કાઢી ભભૂતિ લગાડવી પડશે અને ભભૂતિ લગાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ તેની બાદ આરોપીએ પીડિતાને તેમજ તેના માતા પિતાને ફરિયાદ કરશો તો મારી નાખવાની ધમકી પણ આપી હતી.

જેના પગલે અદાલતે પુરાવા અને અન્ય વિગતો અને સાક્ષીને ધ્યાને લેતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

(12:27 am IST)