Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પાલીતાણાના બનાવટી નિકાહ દ્વારા ધર્મપરિવર્તન:ચકચારી લવ જેહાદ કેસમાં આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

ગુનામાં 6 આરોપી પૈકીના 4 આરોપીને ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

ભાવનગરના પાલીતાણામાં એક યુવતીને ભગાડી જઇને ખોટી રીતે ધર્મ પરિવર્તન અને લગ્ન કરી લેવાના બનેલા બનાવે ચકચાર મચાવ્યા બાદ આખરે પોલીસે આ ગુનામાં 6 આરોપી પૈકીના 4 આરોપીને ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને આજે તેમને કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના રિમાન્ડ પર લેવા કોર્ટે આદેશ કર્યો છે.

ભાવનગરના પાલીતાણામાં રહેતા ચેતનભાઈ ધીરુભાઈ દેવલૂકની પુત્રી ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસે આ કેસની તપાસમાં ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કેસમાં એવો વળાંક આવ્યો કે જે યુવતીને ભગાડી જવામાં આવી છે તેનું ધર્મ પરિવર્તન કરાવી નાખાયું છે અને મેરેજ સર્ટિફિકેટ તેમજ નિકાહના સર્ટી ફિકેટ પણ ખોટા હોવાનું બહાર આવ્યું છે. પાલીતાણામાં જ રહેતા જાકીર હારૂનભાઇ સૈયદ નામનો યુવક આ યુવતીને ભગાડીને દિલ્હી લઇ ગયો હતો અને ત્યાં લગ્નના ખોટા સર્ટી પણ યુવતીને બતાવી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.

આ ઘટના પગલે આમ તો પરિવારને અગાઉથી જ શંકા હતી કે કોઈ વિધર્મી આ યુવતીને ભગાડી ગયો છે, આથી જે તે સમયે પાલીતાણા બંધ જેવા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા અને હિન્દુ સંગઠનો પણ મેદાનમાં આવ્યા હતા. આખરે પોલીસ તપાસ થતા જે શંકા પરિવાર અને લોકોને હતી તે સાબિત થવા પામી અને લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે કુલ 4 લોકોની ધરપકડ કર છે અને હજુ આમાં સંડોવાયેલા 2 વ્યક્તિની શોધ ખોળ શર કરી દેવામાં આવી છે.

પાલીતાણામાં લવ જેહાદનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી. પરંતુ પોલીસે કુનેહ વાપરીને આ કેસમાં ઝડપથી 4 લોકોની ધરપકડ કરી છે, જે લોકો ઝડપાયા છે તેમાં જાકીર હારૂનભાઇ સૈયાદ, ગુલાબખાન પઠાણ, અલ્તાફ શેખ અને મહંમદ શીલ કાદરીની પોલીસે ધરપકડ કરી છે. પાલીતાણામાં બનેલા આ બનાવ બાદ પોલીસ સતર્ક બની છે, પરંતુ લવ જેહાદનો પ્રથમ કેસ ગ્રામ્ય લેવલે બનતા આવા તત્વો સામે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

(12:43 am IST)