Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ચુડાના ખાડીયામાં યુવકની હત્યાઃ મૃતદેહ ઉંપર કોથળી ઢાંકી દીધી

દશરથ જીવાભાઇ રાવળની હત્યાના કારણ અને હત્યા કરનારાની પોલીસ દ્વારા શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૦: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાડીયા ગામે હત્યાની આશંકા સાથે યુવકને ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે.
ચુડા તાલુકાના ખાડિયા ગામે ૨૪ વર્ષના દશરથભાઈ જીવાભાઈ રાવળ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે હાલમાં હત્યા કે આત્મહત્યાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તેવા સંજોગોમાં આ બાબતની જાણકારી સુરેન્દ્રનગર લીમડી ડીવાયએસપીને તાત્કાલિક પડે તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ છે ને ચુડા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ છે. આ મામલે આગળની પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જયારે યુવક જે સ્થળે રાત્રી દરમિયાન સૂતો હતો તે સ્થળે થી તેનો મૃતદેહ મળી આવ્યો છે ત્યારે મૃતદેહની મોઢાના ભાગે કાળા કલરની કોથળી ઢાંકી નાખી હોવાનું પણ બહાર આવ્યું છે તેને લઈને હત્યા હોવાની આશંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે અને પરિવારજનોને પણ આ બાબતની પોલીસ દ્વારા જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સીસીટીવી ફ્ુટેજ તેમજ આજુબાજુના લોકોના નિવેદન ઉંપરથી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હત્યા કે આત્મહત્યા તે એક સવાલ ઊંભો થઈ રહ્યો છે ત્યારે હાલમાં યુવકના મૃતદેહને પીએમ માટે ચુડા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે અને ત્યાં તેનું પીએમ શરૂ કરવામાં આવ્યું છે.

 

(10:58 am IST)