Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

દીક્ષાર્થી જયોત્સનાબેનની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિઃ સંઘાણી સંપ્રદાયમાં દીક્ષિત થશે

રાજકોટ તા. ૩૧ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશમુનિ મ.સ.ના સુશિષ્ય સદ્દગુરૂદેવ પારસમુનિ મ.સા.એવં સંઘાણી સંપ્રદાયના સંયમ વરિષ્ઠ પૂ. ઉંષાબાઇ મ.સ.પૂ. જયોત્સનાબાઇ મ.સ.પૂ. સાધનાબાઇ મ.સ.આદિ મહાસતી વૃંદના સુમંગલ સાનિધ્યે વૈરાગી, જયોત્સનાબેન હસમુખભાઇ મહેતા (લોધીકા નિવાસી) હાલ મુંબઇની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિનો કાર્યક્રમ તા.૩૦ ના ગોંડલ સંઘાણી સ્થાજૈન સંઘના ઉંપક્રમે દાદાડુંગર ઉંપાશ્રયમાં સવારે ૯-૩૦થી ૧ર રાખવામાં આવેલ.
માતુશ્રી કુસુમબેન હરસુખભાઇ મહેતા પરિવારના ગૃહઆંગણેથી દીક્ષાર્થીની શોભાયાત્રા નીકળેલ વૈરાગી જયોત્સનાબેનનુ સ્વાગતગીતથી આવકાર જય વિજય મહિલા મંડળ અને શ્રી ડુંગર ગુરૂ જૈન મહિલા મંડળે કરેલ ત્યારબાદ પરિવારજનો દ્વારા દીક્ષા આજ્ઞા અર્પણ કરવામાં આવેલ. પરિવારજનોએ પૂ. ઉંષાબાઇ મ.સ.પૂ. જયોત્સનાબાઇ મ.સ.પૂ.સાધનાબાઇ મ.સ.પૂ. રાજેશ્વરીબાઇ મ.સ.આદિ સતીરત્નોના વરદ્દહસ્ત આજ્ઞાપત્ર અર્પણ કરેલ ત્યાર પછી પૂ. મહાસતીવૃંદ દ્વારા ગોંડલ સંઘાણી સંપ્રદાય પ્રમુખ અશોકભાઇ કોઠારી આદિ સમસ્ત ગોંડલ-રાજકોટ સંઘાણીના પદાધિકારીઓને તે આજ્ઞાપત્ર અર્પણ કરેલ.
આજ્ઞાપત્રનુ વાંચન અને સર્વનું સ્વાગત તથા દીક્ષાર્થી જયોત્સનાબેનને સંયમમાર્ગ પર પ્રશસ્તભાવે પધારીને જીવન સાર્થક કરવાની શુભકામના સંઘણી સંપ્રદાય પ્રમુખ અશોકભાઇ કોઠારીએ વ્યકત કરેલ. પૂ. રાજેશ્વરીબાઇ મ.સ.એ દીક્ષાથી જયોત્સનાબેન વૈરાગ્યભાવ પ્રગટ થવાની ૭પ વર્ષની જૈફવયે સંયમ અંગીકાર કરવા તત્પર થવા સુધીની વાત કરી દીક્ષાર્થીને અંતરના અહોભાવે આશીર્વાદ પાઠવેલ.
પૂ. સ્મિતાબાઇ મ.સ.રાજકોટથી ઉંગ્રવિહાર કરી પધારેલ દીક્ષાર્થીને પૂ. હીરાબાઇ મ.સ.વતી શુભેચ્છા પાઠવેલ કે પાછલી અવસ્થામાં સંયમ સ્વીકારી સાધના કરી સિધ્ધિ પ્રા કરો.
ગોંડલ નવાગઢ સ્થા.જૈનસંઘ વતી દિલીપભાઇ પારેખ, રાજકોટ સંઘાણી સંઘવતી ચેતનભાઇ સંઘાણીએ દીક્ષાર્થીનો માર્ગનિષ્કંટક બને સંયમની સાધના કરી આત્મકલ્યાણકરો તેવા ભાવ વ્યકત કરે ગોંડલના પાંચેય સંઘોવતી દીક્ષાથીનું રજતશ્રીફળી સન્માન પદાધિકારીગણે કરેલ કુમારી મૃદુલાબેન નૌતમલાલ સંઘાણી દ્વારા પ્રથમ દિક્ષાર્થીના પગલા થતા રજતશ્રીફળ અર્પણ કરેલ તેમજ કનુભાઇ નૌત્તમલાલ સંઘાણી પરિવાર દ્વારા નવકારશીનો લાભ લેવામાં આવેલ. ગૌતમ પ્રસાદના લાભાર્થી દીક્ષાર્થી પરિવાર અને વર્ષીદાન તથા સાંજીના લાભાર્થી પણ દીક્ષાર્થી પરિવાર રહેલ.
સાંજે ચોવિહાર અલ્યાહારનો લાભાર્થી પરિવાર શિલાબેન શૈલેષભાઇ માંઉં રહેલ.
સંઘાણી સંપ્રદાયના પીઢ શ્રાવક મુકુંદભાઇ પારેખ, ચિમનભાઇ દેસાઇ આદિ ઉંપસ્થિત રહેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગિરીશભાઇ બાવીસી, નરેન્દ્રભાઇ સંઘાણી આદિએ તથા પાંચેય સંઘોના કાર્યકરોએ જહેમત ઉંઠાવેલ.કાર્યક્રમનું સંચાલન કમલભાઇ સંઘાણીએ કરેલ તેમ સંઘાણી સંપ્રદાય પ્રમુખ અશોકભાઇ કોઠારીની યાદીમાં જણાવેલ.

 

(10:03 am IST)