Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ઉનામાં એક જ ઓકસીજન પ્લાન્ટનું બીજીવાર લોકાપર્ણ

ઉનાઃ સરકારી રેફરલ હોસ્પીટલમાં ધારાસભ્ય પુંજાભાઇ વંથલી ગ્રાન્ટમાંથી ઓકસીજન પ્લાન્ટ ફીટ કરાયો હતો. જેનું લોકાપર્ણ અગાઉં ભાજપના તાલુકા પ્રમુખ સામતભાઇ ચારણીયા, શહેર ભાજપ પ્રમુખ મીતેશભાઇ શાહ તથા ભાજપના આગેવાનોએ સરકારી હોસ્પીટલનો અધિકારી સાથે કરી નાખેલ હતું તે જ ઓકસીજન પ્લાન્ટનું હવે આજરોજ ફરી ધારાસભ્ય પુંજાભાઇ હસ્તે લોકાર્પણ કરાશે. આતો  કેવુ ગ્રાન્ટ નેતાઓએ જશ ખાડવા લોકાપર્ણ કર્યુ...? તે પ્ર‘ ચર્ચીત બન્યો છે. (તસ્વીર - અહેવાલઃ નવીન જોષી ઉંના)

 

(10:03 am IST)