Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વાંકાનેર જૈન સોશ્‍યલ ગ્રુપ દ્વારા સંગિની દ્વારા બોલીવુડ થીમ હાઉજીઃ વાંકાનેર

(jsg ) સંગિની દ્વારા આયોજીત બોલીવુડ થીમ હાઉજીનું આયોજન કરાતા બહોળી સંખ્‍યામાં ગ્રૂપ મેમ્‍બર્સ મહિલાઓએ ભાગ લીધો હતો. સંગિની મહિલા વિંગ દ્વારા તહેવારોનાં સમયે જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને મીઠાઈ - કપડાં દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતની વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ પણ સમયાંતરે કરવામાં આવી રહી છે, તા.૨૩ ડિસે.નાં રોજ (jsg) if સંગિની (src) અધ્‍યક્ષ શ્રીમતી સેજલબેન દોશીની ખાસ ઉપસ્‍થિત વચ્‍ચે બોલીવુડ થીમ હાઉજી ગેમ્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ૯૦% મેમ્‍બર્સ હાજર રહ્યા હતાં, અને વિજેતાઓને ઈનામો અર્પણ કરી પ્રોત્‍સાહિત કરાયા હતાં, કાર્યક્રમને અંતે વિન્‍ટર સ્‍પેશ્‍યલ મેનૂ સાથે સમૂહ ભોજન યોજાયું હતું, કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંગિની પ્રેસિડેન્‍ટ શ્રીમતી રૂપલબેન શાહ દ્વારા તમામ કમિટી મેમ્‍બર્સનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.(તસ્‍વીર-અહેવાલઃ હિતેશ રાચ્‍છઃવાંકાનેર)


 

(10:26 am IST)