Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ઉપલેટામાં કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્‍તપણે પાલન કરાવોઃ બલરામ મીણા

એસપી દ્વારા પોલીસ સ્‍ટેશનનું વાર્ષિક ઇન્‍સપેકશનઃ પોલીસ પરેડનું નિરીક્ષણ

(જગદોશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૩૧: રૂરલ એસ પી બલરામ મીણા ઉપલેટા પોલીશ સ્‍ટેશનના વાર્ષિક ઇન્‍સપેકશનમાં આવતા સૌ પ્રથમ પોલીશ સ્‍ટેશને આવી પોલીશ પરેડનું નિરીક્ષણ કરી સલામી આપી હતી ત્‍યારબાદ શહેરના આગેવાનો સાથેની એક મિટીંગમાં બોલતા તેમણે જણાવેલ કે ટુંક સમયમાંજ ધોરાજી તાલુકા પોલીશ સ્‍ટેશન નવુ બનાવામાં આવી રહ્યુ છે જેમાં ઉપલેટા પોલીશ સ્‍ટેશનના નીચેના નાનીવાવડી અને ભોલાગામડાનો તેમાં સમાવેશ કરી દેવામાં આવશે અને લગભગ જાન્‍યુઆરીથી કાર્યેરત પણ થઈ જશે કોરોના અંગે બોલતા તેમણે જણાવેલ કે નિષ્‍ણાંતોના ત્રીજી લહેરના ભણકારા વચ્‍ચે લોકો કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્‍તપણે પાલન કરે તેમાં જો ગફલત રાખેશે તો તેઓઓ સામે પોલીશ કડક પગલા ભરતા અચકાશે નહી અને રાજય સરકાર દ્રારા પોલીશ ભરતીનુ કાર્યો ચાલુ છે હવે જુના સેપઅપથી વધુ ભરતી થઈ જતા લોકોની અપેક્ષા મુજબ બધા પોલીશ સ્‍ટેશનોમાં પુરતો સ્‍ટાફ થઈ જશે અને સીસીટીવી કેમેરા અંગે આગેવાનોના પ્રશ્નોનો જવાબ આપતા તેમણે જણાવેલ કે શહેરભરમાં સીસીટીવી કેમેરા લોક ભાગીદારીથી નાખવાની અમારી સંપુર્ણ તૈયારી છે પરંતુ અન્‍ય શહેરોની જેમ અહિં પુરતો સહકાર નથી મળતો એટલે ઢીલ થાય છે જો દાતાઓ વહેલી તકે સહકાર આપશે તો તાત્‍કાલીક સીસીટીવી કેમેરા નાખવામાં આવશે.
 આ કાર્યક્રમમાં ઈન્‍ચાર્જે પી.આઇ. ધાંધલ સહીતના અધિકારીઓ શહેરના આગેવાનો પુર્વ ધારાસભ્‍ય છગનભાઈ સોજીત્રા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડીયા, જીલ્લા બેંકના ડીરેક્‍ટર હરિભાઇ ઠુંમર (ભોલે), સોશ્‍યલ ગ્રુપના નિતીનભાઈ અઘેરા, આહિર આહેવાન રાજશીભાઈ હુંબલ, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાદરીયા, ચેમ્‍બરના પ્રમુખ વિનુભાઈ ઘેરવડા, પરાગભાઈ શાહ, જીજ્ઞેશ ડેર, હરપાલસિંહ જાડેજા, ધર્મેન્‍દ્ર ભાષા, લઘુમતી આગેવાન હનીફભાઇ કોડી, મકકીભાઇ હડફા, સતારભાઇ ખાટકી, લાલાભાઈ શેખ, અમીનભાઇ બેલીમ સહીતના આગેવાનો પત્રકારો મોટી સંખ્‍યામાં હાજર હતા.(તસ્‍વીરઃ ભોલુ રાઠોડઃ ઉપલેટા)

 

(10:27 am IST)