Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ભુજમાં પોસ્ટ ઓફિસ કૌભાંડમાં સીબીઆઇની એજન્ટ, પોસ્ટ કર્મીઓ સહિત ૫ સામે ૩ કરોડની છેતરપીંડીની ફરિયાદ

ભુજ,તા.૩૧: રાવલવાડી પોસ્ટ ઓફિસમાં બચત એજન્ટ મહિલા તેમના પતિ અને ત્રણ પોસ્ટ કર્મીઓ સામે સીબીઆઈ દ્વારા છેતરપીંડીની ફરિયાદ દાખલ કરાઈ છે. આ અગાઉ આ કેસમાં પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે.

સીબીઆઈએ મહિલા એજન્ટ પ્રજ્ઞાબેન સચિન ઠકકર, તેમના પતિ સચિન શંકરલાલ ઠકકર, તત્કાલીન સબ પોસ્ટ માસ્તરો વિનય દેવશંકર દવે, બટુક જીતેન્દ્રરાય વૈષ્ણવ અને બિપીન રૂપજી રાઠોડ એ પાંચેય વિરૂદ્ઘ ૩ કરોડ ૩ લાખ ૯૫ હજાર ૨૧૯ રૂ.ની છેતરપિંડી અંગે ફરિયાદ નોધી છે. જેમાં ૩૨ ખાતાઓમાં રૂપિયાની ઘાલમેલ કરવાનો આરોપ છે.

જે અનુસાર મેળાપીપણામાં આરોપીઓએ બંધ ખાતાઓ જીવંત બનાવીને તેમાં ખોટી રકમ ચડાવીને જમા બતાવી ફરી ખાતા બંધ કરી સરકારી તિજોરી સાથે કૌભાંડ આચર્યું છે. ૨૦૧૮ થી ૨૦૨૦ દરમ્યાન આ કૌભાંડ આચરાયું હતું.

(10:39 am IST)