Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સાંસદ રમેશભાઇ ધડુકે ખેડૂતના મોટર સાયકલ પાછળ બેસી ઉંપલેટાના વેણુ ડેમના કમાંડ એરીયામાં ફરી નિરીક્ષણ કરી અધિકારીઓને કડક સુચના દીધી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉંપલેટા તા. ૩૧: પોરબંદરના લોકપ્રિય સાંસદ રમેશભાઇ ધડુકને કોઇ કામ અંગે જયારે લોકો ફરીયાદ કરે એટલે તેઓ તાત્કાલીક જે તે ગામ કે સ્થળની મુલાકાત લઇ અને અધિકારીઓને સ્થળ ઉંપર જ તાત્કાલીક ઘટતુ કરવાની સુચના આપે છે. ગઇકાલે નિલાખાના ખેડૂતોને વેણુ ડેમનો પાણીનો પ્ર‘ હતો તેની જાણ થતાં તાત્કાલીક તેઓ નિલાખા જઇ ખેડૂતના મોટર સાયકલ ઉંપર બેસી ડેમની કેનાલો સુધી જઇ નિરીક્ષણ કરેલ તેમાં કેટલાક ખેડૂતોને કમાંડ એરીયામાંથી કાઢી નાખવામાં આવેલા તેવી રજૂઆતને પગલે તેમણે તાત્કાલીક સિંચાઇના અધિકારીઓને સ્થળ ઉંપર જ રૂબરૂ બોલાવી ખેડૂતોને જરૂરીયાત મુજબ સિંચાઇનું પાણી મળે અને પાણીનો ખોટો બગાડ ન થાય તેવી અધિકારીઓને કડક સુચના આપેલ હતી. (તસ્વીરઃ વિમલ રાઠોડ -ઉંપલેટા)

 

(10:42 am IST)