Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

થ્રિ ઈડિયટ ફિલ્મના રિયલ ફુનસુખ વાંગડુંને ગોંડલ આવવા આમંત્રણ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૩૧ : એજ્યુકેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં ઉદયપુર ખાતે દ્વી દિવસીય એજ્યુકેશન ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ના ફાઉન્ડર ચેરમેન સંદીપભાઈ છોટાળા પણ ગયા હતા આ વેળાએ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આમિર ખાનની ફિલ્મ થ્રી ઇડિયટ જેના પર નિર્માણ પામી છે તે રિયલ ફુનસુખ વાંગડું ( સોનમ વાંગચુક) હાજર રહ્યા હતા અને સંદીપભાઈ છોટાળા સાથે તેઓની મુલાકાત થવા પામી હતી આ વેળાએ ગોંડલ શૈક્ષણિક સંસ્થાના તજજ્ઞ સંદીપભાઈ છોટાળા દ્વારા તેઓને ગોંડલ ની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે તેઓ ગોંડલ આવશે તેવું જણાવ્યું હતું ઉદયપુર ખાતે યોજાયેલ એજ્યુકેશનલ કોન્ફરન્સમાં નવા અભ્યાસક્રમ new education policy (NEP) આ અંગે દેશભરમાંથી આવેલા તજજ્ઞ વચ્ચે ચર્ચા વિચારણાઓ થવા પામી હતી.

(10:54 am IST)