Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ભાવનગરના કાત્રોડીયા બંધ મકાનમાં દાગીના- રોકડ સહિત ૧.૪૪ લાખની ચોરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૧ : જીલ્લાના જેસર તાલુકાના કાત્રોડી ગામે રહેતા મેઘાભાઇ બધાભાઇ બોરીચાના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ રોકડા રૂપિયા ૬૦ હજાર અને દાગીના મળી કુલ રૂ. ૧૪૪૭૦૦ ના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા આ અંગે જેસર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

દારૂ ઝડપાયો

ભાવનગરના સિહોરમાં એકતા સોસાયટીમાં રહેતા જયેશ ભાણજીભાઇ મકવાણાના મકાનમાં દરોડો પાડી પોલીસે વિદેશીદારૂની ૧૪૪ બોટલ, ૪૦૦૦ રોકડા અને કાર મળી કુલ રૂ. ૪૬ર૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી જયેશ મકવાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)