Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વસ્તડી પાસેની હોટલમાં ભાગીદારે ધમકી આપતા ફિનાઇલ પી લીધું

વઢવાણ તા. ૩૧: વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામે હાઇવે ચાર રસ્તા ઉંપર આવેલા હોટલના ભાગીદારે ભાગ નહીં આપીને તેમજ હોટલ ખાલી નહીં કરીને ભાગીદારેન રીવોલ્વર બતાવી ધમકી આપતા ફીનાઇલ ગટગટાવી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સાયલા-લીંબડી હાઇવે ઉંપર વઢવાણ તાલુકાનાં વસતડી ગામ પાસે ચાર રસ્તા ઉંપર હોટલ બાપા સીતારામ આવેલી છે. વસ્તડી ગામનાં જાદવ નરોતમભાઇ સોંડાભાઇ અને યુવરાજભાઇ જીવાભાઇ ગોહિલ તથા દશરથભાઇ જોરૂભાઇ ગોહિલ હોટલમાં ભાગીદાર છે. આ બન્ને ભાગીદારે હોટલમાં ભાગ આપવાની મનાઇ કરીને તેમજ હોટલ ખાલી કરવા પાંચ લાખ રૂા. માંગણી લઇને નરોતમભાઇને બંદુક બતાવી ધમકી આપી હતી કે, બે મર્ડર કર્યા છે. ત્રીજું તારૂં કરવું પડશે. નરોતમભાઇએ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, અને સબંધિત પોલીસને અરજી આપી હતી. પરંતુ કાર્યવાહી થઇ નથી એમ નરોતમભાઇ જણાવે છે, ધમકીથી ડરી ગયેલા નરોતમભાઇએ ફીનાઇલ ગટગટાવી લેતા સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
રાણાગઢ વિજ કર્મચારીઓને ધમકી
લીંબડીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીને અટકાવવા માટે પી.જી.વી.સી.એલ. દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે લીંબડીનાં રાણાગઢ ગામે ચેકીંગ માટે પહોંચ્યા ત્યારે બિન ગ્રાહક મુકેશભાઇ ધનજીભાઇ વસ્તાણીના બિન અધિકૃત વીજ જોડાણની તપાસણી કર્યા બાદ લીંબડી ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર એચ. એમ. સુતરીયા, જુનિયર ઇજનેર વીરભદ્રસિંહ ચુડાસમા તેમજ ટેકનિકલ સ્ટાફ ત્યાંથી થોડી દુર પહોંચતાં ગામના લોકો ઉંશ્કેરાઇને અપશબ્દો બોલી ગેર વર્તન કરી ધોકા કાઢી માર મારવાની ધમકી આપી તેમજ તમારાથી થાય તેમ કરી લેજો તેવું જણાવી સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી.

 

(11:24 am IST)