Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વાંકાનેર કલોથ એન્ડ રેડીમેડ એસોસીએશને જીએસટીના વધારાના વિરોધમાં આવેદન આપ્યું

વાંકાનેર તા.૩૧: કાપડ તથા રેડીમેડ એસોસીએશન દ્વારા જી.એસ.ટી. વધારાની જીએસટી વિભાગની તૈયારીનો વિરોધ કરી પ ટકા જીએસટી જ રાખવા માંગણી સાથેનું આવેદનપત્ર પ્રાંત અધિકારી સીરેસીયાને આપવામાં આવેલ.
સરકારના જી.એસ.ટી. વિભાગ દ્વારા કાપડ - રેડીમેડ ઉંપર પ ટકા જીએસટી વસુલ કરવામાંં આવે છે. તેને બદલે તા.૧-૧-ર૦રર થી ૧ર ટકા જીએસટી લેવાનું જાહેર કરતા સમગ્ર શહેરોમાં તેનો ભારે વિરોધ થઇ રહયો છે. ઘણા શહેરોમાં કાપડ રેડીમેડના વેપારીઓ દ્વારા રોષભેર બંધ પાળવામાં આવ્યો છે.
વાંકાનેર કલોથ એન્ડ રેડીમેઇડ એસોસીએશનના પ્રમુખ હીતેશભાઇ હેરમાની આગેવાની હેઠળ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં જણાવ્યા અનુસાર જન્મથી મૃત્યુ સુધી જીવન જરૂરી એવા કાપડ તા.૧-૧-ર૦રર થી ૧ર ટકા જીએસટી લેવાનું જાહેર થયુ છે. તે ઘણુ વધુ છે. જીએસટીને લઇને ગરીબ મધ્યમ વર્ગને આ વધારાથી જન્મ સમયે લંગોટ અને મૃત્યુ સમયે ખાપણ કફન માટે ઉંપયોગમાં લેવાતુ કાપડ મોઘુ થશે. માટે ૧ર ટકાની બદલે જુનો જીએસટી ટેકસ પ ટકા જ રાખવા માંગણી કરી છે.  

 

(11:25 am IST)