Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ભારે પવન ફુંકાતા ઓખા-બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ

દ્વારકા : તસ્વીરમાં દરિયા કિનારે લાંગરેલી બોટ નજરે પડે છે. (તસ્વીર : દિપેશ સામાણી- દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૩૧ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા બેટ અને દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ભારે પવન અને ખરાબ હવામાનના કારણે બંધ કરાઇ છે.

દરિયામાં ભારે પવન અને મોજાના ભયને ધ્યાને રાખી ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા કરાયો મહત્વનો નિર્ણય કરાયો છે. મુસાફરો-પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખીને ફેરી બોટ સર્વિસ સતત બીજા દિવસે પણ બંધ કરવાની ફરજ પડી છે.

વાતાવરણ સામાન્ય થતા બાદ ફેરી બોટ સર્વિસ ફરી કાર્યરત કરાશે.

(11:39 am IST)