Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વાંકાનેર તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની વરણી

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર તા.૩૧ : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, ભાનુભાઇ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ તથા પરામર્શ કરીને વાંકાનેર તાલુકા મહિલા મોરચાના વિવિધ પદે હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.

જેમાં પ્રમુખ તરીકે રાજપરા રંજનબેન દુર્લભજીભાઇ મહામંત્રી તરીકે વાઢેર સોનલબેન પી. ઉપપ્રમુખ તરીકે દવે ડીમ્પલબેન એમ.એન.પરમાર તરલાબેન પ્રભુભાઇ, મંત્રી તરીકે વસીયાણી અમીતાબેન, પરેશભાઇ, ડાભી લાભુબેન કાળુભાઇ, વસીયાણી મધુબેન હરેશભાઇ, વાઘેલા હંસાબેન છગનભાઇ તેમજ કોષાધ્યક્ષ તરીકે પંડયા કિરણબેન પરીક્ષીતભાઇની નિમણુંક કરવામાં આવી છે.

(1:19 pm IST)