Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ગોંડલનાં ખંભાલીડા પાસે ભાદર ડેમમાં મહેમાન બન્યા પરદેશી પક્ષીઓ

પરદેશી પારેવડા.. કુદરતી સૌદર્યને માળવા પરદેશી પારેવડા ઐતિહાસિક ખંભાલીડા ગામ પાસે ભાદરડેમના પટાગણમાં ત્રણ દિવસથી પડાવ નાખીને મહેમાન બન્યા છે. સાડા ત્રણ ચાર ફુટ ઉંચાઇ વાળા આ પરદેશી પારેવડા એક હજારની સંખ્યામાં ખંભાલીડા પાસે પહેલીવાર આવેલા જોઇ આસપાસના ગામજનો તેને નિહાળવા ટોળા ભેગા થયા હતા. ખંભાલીડા પાસે ચારેય બાજુ પહાડી કુદરતી સૌંદર્ય આપણુ મન મોહી તેવું છે. જેમાં આ પરદેશી પારેવડાએ કલગીમાં ઉમેરો કર્યો હોય તેમ કુદરતી સૌદર્યમાં વધારો કર્યો છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:44 pm IST)