Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ધોરાજી રેવન્યુ એસોસીએશનના પ્રમુખપદે જયંતીભાઇ કોયાણીની વરણી

ધોરાજી તા., ૩૧: રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ મુદત પુર્ણ થતા સર્વાનુમતે સેવાભાવી અને પીઢ એડવોકેટ જેન્તીભાઇ કોયાણીની વરણી કરવામાં આવી છે.

વકીલશ્રી સીહોરભાઇ કિરણભાઇ અંટાળા , લલીતભાઇ બાબરીયા, જીગ્નેશ ટીલાળા, રાજુભાઇ ઘેલાણી સહીતનાઓએ રેવન્યુ બાર એસોસીએશનના નવા પ્રમુખને શુભેચ્છાઓ આપેલ હતી. ઉપપ્રમુખ તરીકે સંજયભાઇ જીવાણી અને સેક્રેટરી ભરતભાઇ કોયાણી અને ખજાનચી તરીકે રાજુભાઇ બાલધાની નીમણુંક કરાઇ હતી.

(1:19 pm IST)