Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પોરબંદર જીલ્લા પોલીસનું સરપ્રાઇઝ ચેકીંગ

પોરબંદરઃ ૩૧ ડિસેમ્બરના પગલે જીલ્લામાં ટ્રાફીક નિયમનનું ચુસ્તપણે પાલન થાય તેમજ નાગરીકો ટ્રાફીકના નિયમોનું પાલન કરે તે હેતુથી પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.રવી મોહન સૈની નાઓની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર-ગ્રામ્યનાઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સરપ્રાઇઝ વાહન ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર જીલ્લાના પોલીસ સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકીંગ કરવામાં આવેલ અને આ ચેકીંગ દરમ્યાન પોરબંદર પોલીસ દ્વારા ટ્રાફીક નિયમના ભંગ બદલ સ્થળ દંડ રૂ.૧૪,પ૦૦ તથા એમવીએ ર૦૭ મુજબ વાહન ડીટેઇન પ તથા માસ્કની પાવતી ૧પ દંડ રૂ. ૧પ૦૦૦ એમવીએ કલમ ૧૮પ મુજબ કેશ ૬ તથા કલમ ર૮૩ મુજબ કેશ-૧ તેમજ અન્ય કામગીરીમાં પ્રોહીબીશનના કેશ-૬ કરવામાં આવેલ છે. પોલીસે સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ તે તસ્વીરો.

(12:45 pm IST)