Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ધોરાજીનાં નાની પરબડીમાં હડકાયા શ્વાને પ ગાય - ૩ વૃધ્ધાને બટકા ભર્યાઃ અઢી વર્ષની બાળા ગંભીર

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૩૧: ધોરાજીના નાની પરબડી ગામે હડકાયા કુતરાએ નાની બાળકીને બટકા ભરતા ગંભીર હાલતમાં જુનાગઢ ખસેડાઇ છે.

નાની પરબડી ગામે છેલ્લા ૩ દિવસથી હડકાયા કુતરાએ પ ગાયોને અને ૩ વૃધ્ધાઓ અને એક બાળકીને કરડતા વાલીઓમાં ચિંતા વ્યાપી ગયેલ છે.

જયારે વૃંતી સંદીપભાઇ ગજેરા નામની રાા અઢી વર્ષની બાળકીને જોરદાર બચકા ભરતા નાની પરબડીથી ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે લાવતા વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાય છે. અને ગ્રામજનોએ હડકાયા કુતરાને પકડી પાડવા અંગે રજુઆત કરેલ છે એમ સંદીપભાઇ ગજેરાએ જણાવેલ હતું.

(12:46 pm IST)