Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વિસાવદર સિનિયર સિટીઝન ગ્રુપ-પેન્શનર ગ્રુપનો સંયુકત સમારોહ યોજાયો

સીટીઝન ગ્રુપનાં પ્રમુખને વિદાયમાન : પેન્શનર ગ્રુપનાં નવા હોદ્દેદારોને આવકાર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩૧: જુનાગઢથી સહેલગાહ (પ્રવાસ) અર્થે નીકળેલા ૧૦૬ જેટલા સિનિયર સિટીઝન ગ્રુપના ભાઈઓ અને બહેનો તેમજ સ્થાનિક પેન્શનર ગ્રુપના સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે વર્ષોથી સેવા બજાવી રહેલ સિનિયર સિટીઝન ગૃપના પ્રમુખ શ્રી કાંતિભાઇ ધકાણનો વિદાય સમારંભ વિસાવદર આર્ય સમાજ ખાતે યોજવામાં આવેલ હતો.સૌપ્રથમ સમુહ પ્રાર્થના બાદ પેન્શનર નાગજીભાઈ પરમારે ઉપસ્થિત મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતુ.મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની મંગલ શરૂઆત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિસાવદર પેન્શન ગ્રુપના પ્રમુખ શ્રી કાંતિભાઈ ધકાણને શ્રીફળ, સાકરનો પડો, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન પત્ર અર્પણ કરેલ ત્યારબાદ સંસ્થાના મંત્રી કમ પેન્શનર સી.વી.ચૌહાણે ભાવવિભોર સાથે વિદાય લઇ રહેલા કાંતિભાઈ ધકાણના ભૂતકાળના સંસ્મરણો વાગોળેલ. જુનાગઢ આર્ય સમાજના પ્રમુખ કાંતિભાઈ કિકાણીએ શુભેચ્છા સંદેશો પાઠવેલ. તે જ રીતે વરિષ્ઠ પેન્શનર-પત્રકાર સી.વી.જોશીએ ઉદબોધનમાં જણાવેલ કે નિવૃત્ત્। સમયગાળો પરિવાર તથા વય કક્ષાની વ્યકિતઓને સાથે રાખી આનંદની પળો વિતાવવી.શરીર સ્વાસ્થ્ય બાબતે પુરી કાળજી લઇ શેષ જીવન પરિવાર સાથે વિતાવી એકબીજાને અનુકૂળ રહેવા પ્રયાસ કરવો સાથેસાથ પરિવારને હુંફ આપવી. જુનાગઢથી પધારેલ સિનિયર સિટિઝન ગ્રુપના પ્રમુખ શ્રી જે.બી. માંકડે જણાવેલ કે સમાજ ઉત્થાન માટે સશકત સિનિયર સિટીઝનો સમાજ ઉપયોગી કાર્ય કઈ રીતે કરી શકે તેમજ કેવી પ્રવૃત્ત્િ।ઓથી આપણને આનંદ પ્રાપ્ત થાય તે વિશેનવિસ્તૃત છણાવટ કરી હતી.વિસાવદર તાલુકા પેન્શનર ગ્રુપના નવા વરાયેલા પ્રમુખ સી.વી.જોશીએ નિવૃત કર્મચારીઓને સાથે રાખી કારોબારીની રચના કરેલ.જેમાં સી.વી.જોશી(પ્રમુખ) ,સી.વી.ચૌહાણ(ઉપપ્રમુખ), રમણીકભાઇ એન.ગોહેલ (મહામંત્રી) તથા કારોબારીના સભ્યોની નિમણૂક કરી હતી.સેવા-નિવૃત કાંતિભાઇ ધકાણે જણાવેલ કે,વિસાવદર પેન્શનર ગ્રુપના કોઇપણ કાર્યક્રમમાં માર્ગદર્શન તેમજ સહયોગ બાબતે હંમેશા તત્પર રહીશ પેન્શનર ગ્રુપના પ્રમુખનીઙ્ગ જવાબદારી સી.વી.જોશીને સોંપી,સૌને સાથે રાખી આગળ વધવા અનુરોધ કરેલ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતમાં સી.વી. ચૌહાણે આભારવિધિ કરી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસાવદર આર્ય સમાજના પ્રમુખ સુધીરભાઇ ચૌહાણ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.વી.જોશીએ કર્યું હતુ.

વિસાવદર તાલુકા પેન્શનર ગૃપના નવા વરાયેલા પ્રમુખ સી.વી.જોષી, ઉપપ્રમુખ ચંદ્રવદનભાઇ વી.ચૌહાણ,મહામંત્રી રમણીકભાઇ એન.ગોહેલને શહેર-તાલુકાની વિવિધ સામાજિક-સેવાકીય સંસ્થાઓ દ્વારા શુભેચ્છા-આવકાર આપેલ છે.

(1:03 pm IST)