Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જેતપુરમાં પાર્ટી કરનારાઓ પોલીસની ઝપટે ચડી જશે

સઘન પેટ્રોલીંગ - વાહન ચેકીંગ કરાશે

જેતપુર તા.૩૧ : આજે વર્ષનો અંતિમ દિવસ હોય નવા વર્ષને વધાવવા યુવાનો દ્વારા પાર્ટીના આયોજનો કરવામાં આવે છે. દારૂની મહેફીલો મંડાતી હોય છે. આ વર્ષે કોરોના કહેર ફરી શરૂ થયો હોય અને દારૂની રેલમછેલ ન થાય માટે એ.એસ.પી. સાગર લાગમાર અને સીટી પી.આઇ. જે.બી.કરમુર દ્વારા જુદી જુદી ટીમો બનાવી દિવસ તેમજ રાત્રી દરમિયાન સઘન ચેકિંગ કરવામાં આવશે. વાહનોનું ચેકિંગ પણ કરાશે. ટીમો શહેરના દરેક વિસ્તારમાં પેટ્રોલીંગ કરાશે. ફાર્મ હાઉસ કે જાહેર સ્થળોએ પાર્ટી કરનારાઓની ખેર નહી રહે. સીસીટીવી કેમેરા દ્વારા પણ પણ વોચ રાખવામાં આવશે. તેથી પોલીસ દ્વારા સુચના આપવામાં આવેલ છે કે, કોઇએ રાત્રીના જરૂરીયાત વગર બહાર નીકળવું નહી તેમજ પાર્ટીના આયોજન પણ ન કરી સહકાર આપવા જણાવાયું છે.

(12:49 pm IST)