Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સંસદસભ્ય પૂનમબેન માડમ દુબઇ એકસ્પોમાં જવા રવાના

જામનગર,તા.૩૧ : દુબઈ ખાતે યોજાયેલ એકસ્પોમાં મુલાકાત માટે સંસદસભ્ય પૂનમબેન માડમ  રવાના થયેલ સમગ્ર યાત્રા અને પ્રવાસ દરમ્યાન તેઓશ્રી કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરી ભારતીય તથા વિવિધ દેશોના પ્રદર્શન સ્ટોલની મુલાકાત લેશે. -દેશના ઓધોગીક અને વ્યાપાર વૃઘ્ધી માટે વિચારોનું આદાન પ્રદાન કરશે અને તેઓ તા.૦૫/૦૧/૨૦૨૨ ના પરત ફરશે. આ દિવસો દરમ્યાન  જામનગર ખંભાળીયા ખાતે સંસદસભ્યશ્રીના કાર્યાલય સવારે ૯:૩૦ થી રાત્રે ૮:૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય ૅં નિયો સ્કવેર ,ગ્રાઉન્ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન : ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૭૭૦૧૦૦, ખંભાળીયા કાર્યાલય : પોસ્ટ ઓફિસ રોડ (ફોન. ૦૨૮૩૩- ૨૩૩૩૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

(12:52 pm IST)