Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અમરેલી યાર્ડમાં તલના કટાની ચોરી કરનાર ૪ ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા. ૩૧: માર્કેટયાર્ડનાં શેડ નં.–૧ માંથી તલ કટા નંગ– ૬ તથા તા.૨૮/૧૨/૨૦૨૧ને મંગળવા૨નાં૨ોજ તલ કટા નંગ–૮ મળી કુલ–૧૪ કટાની ચો૨ી ક૨તા મજુ૨ો સી.સી.ટી.વી. કેમે૨ામાં ઝડપાયા હતા.

જેમાં પ૨મા૨ દિક્ષિત ૨સીકભાઈ ૨હે. કુંભા૨વાડા જેશીંગપ૨ા, બાવળીયા દિક્ષિત દિનેશભાઈ ૨હે. ૨ામપ૨ા, જેશીંગપ૨ા, ભુવા ગૌ૨ાંગ ન૨ેન્દ્રભાઈ ૨હે. ક્રિષ્ના ચોક, ૨ંગપુ૨ ૨ોડ, જેશીંગપ૨ા, ચાવડા અમિત વાલજીભાઈ૨હે.નાજાપુ૨ તા.કુંકાવાવ ઉપ૨ોકત ચા૨ેય આ૨ોપીઓ વેપા૨ીઓના માલની ચો૨ી ક૨ી વેચાણ ક૨તા પકડાયેલ. તેઓએ ચો૨ીની કબુલાત પણ ક૨ેલ છે. માર્કેટયાર્ડનાં ચે૨મેનશ્રી પી. પી. સોજીત્રાએ આ બાબતે ત્વ૨ીત નિર્ણય લઈ આ તમામ ચા૨ેય ઈસમોને માર્કેટયાર્ડમાં કાયમી ધો૨ણે પ્રવેશ નહી ક૨વા પ્રતિબંધ ફ૨માવેલ તેમજ આવા કોઈપણ ચો૨ીમાં સંડોવાયેલ વ્યકિતને કોઈપણ કમિશન એજન્ટ કે વેપા૨ીએ નોક૨ી પ૨ ૨ાખવા નહી અને જો આવા વ્યકિતને નોક૨ી પ૨ ૨ાખવામાં આવશે તો જે તે પેઢીનું લાયસન્સ ૨દ્ ક૨વામાં આવશે. તેમજ કોઈપણ કમિશન એજન્ટ દ્વા૨ા ગેઈટપાસ વગ૨નો કે ચો૨ીનો માલ વેચતાં પકડાશે ત્યા૨ે પણ કમિશન એજન્ટનું લાયસન્સ ૨દ્ ક૨વામાં આવશે. તદ્ઉપ૨ાંત દ૨ેક કમિશન એજન્ટ વેપા૨ીઓને સુચના આપવામાં આવી કે, તમા૨ામાં વેચાણ થયેલ માલનું બીલ બનાવો ત્યા૨ે ગેઈટપાસ નંબ૨ નાંખવાનો ફ૨જીયાત ૨હેશે. જેથી ગેઈટપાસ વગ૨નો કે ચો૨ીનાં માલનું વેચાણ થઈ શકે નહી. જેની ખાસ તકેદા૨ી ૨ાખવા જણાવ્યું તેમ માર્કેટયાર્ડનાં સેક્રેટ૨ીશ્રી તુષા૨ હપાણીએ એક અખબા૨ યાદીમાં જણાવેલ છે.

આપઘાત

અમરેલી રોકડીયા પરામાં રહેતી વર્ષાબેન રમેશભાઇ મકવાણા કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાનીમેળે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું પતી રમેશભાઇ વાઘજીભાઇ મકવાણાએ અમરેલી રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

શિયાળનું બચ્ચુ આવી ચડ્યુ

અમરેલીના હરીરોડ જેવા કાયમી ભરચક અને લોકોની અવર જવર વાળા વિસ્તારમાં અચાનક શિયાળીયાનું બચ્ચુ આવી જતા લોકોમાં નાસભાગ સાથે ભારે કુતુહલ મચી ગયું હતું. આ બનાવ અંગે વનવિભાગને જાણ કરાતા વનકર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને શિયાળીયાને રેસ્કયુ કરી લઇ જવાયું હતુ આ બચ્ચુ કયાંથી કેવી રીતે હરીરોડ સુઘી પહોંચ્યુ તે અંગે પણ ભારે ચર્ચાઓ જાગી છે.

ઇજા

બાબરામાં સુખાભાઇ ભીખાભાઇ પાટડીયાએ પોતાનું બાઇક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી નિરૂભાઇ જયંતીભાઇ સોલંકીના ચાર વર્ષના દિકરાને હડફેટે લઇ માથામાં ઇજા કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગૌવંશની કતલ

મોટા ખાટકીવાડામાં વલી મુસાભાઇ કાલવા, ફારૂક વલીભાઇ કાલવાએ ગોૈવંશની કતલ કરી લોહી પાલીકાની ખુલ્લી ગટરમાં વહાવી પાડાને ઘાસચારા કે પાણીની સગવડ ન કરી કતલ કરવાના ઇરાદે ક્રુરતા પુર્વક બાંઘી રાખ્યાની પો.કોન્સ.અશોકસિંહ મોરીએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હપ્તા મુદ્દે ફરિયાદ

સીમમાં આંબરડી મઘ્યસ્થ સહકારી બેંકમાંથી સહીયારી જમીન ઉપર એક લાખ બે હજારની લોન લીધલ હતી જેથી કાકા લક્ષ્મણભાઇ મધુભાઇ પરમાર રહે.થોરડી હાલ અમદાવાદવાળાએ હપ્તા ભરવાનું કહેતા ભત્રીજા શેૈલેષ બેચરભાઇ, વિજય બેચરભાઇ, દિપક બેચરભાઇ અને ભાભી મંજુલાબેન બેચરભાઇ પરમારે ગાળો બોલી માર મારી ધમકી આપ્યાાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:55 pm IST)