Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

માળિયા મિંયાણા પોલીસે કારમાં ૪૬૮ બોટલ દારૂ સાથે ફેઝલ શેખ પકડાયો

થર્ટી ફર્સ્ટ પૂર્વે દારૂની હેરાફેરી સામે પોલીસની લાલઆંખ

તસ્વીરમાં દારૂના જથ્થા સાથે પકડાયેલ શખ્સ નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૧ : ૩૧ ડીસેમ્બરની ઉજવણીમાં  દારૂની રેલમછેલ રોકવા પોલીસે અગાઉથી જ તૈયારી કરી દારૂની હેરાફેરી કરનાર સામે લાલ આંખ કરી છે જેમાં આજે માળિયા નેશનલ હાઈવે પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૪૬૮ બોટલનો જથ્થો લઈને જતા કારચાલકને ઝડપી લીધો છે અને ૧૬.૯૩ લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

મોરબી જીલ્લામાં નવા વર્ષની ઉજવણી સમયે પ્રોહીબીશનની બદી નાબુદ કરવા જીલ્લા એસપી સુબોધ ઓડેદરા અને મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન બાતમીને આધારે નેશનલ હાઈવે પરથી પસાર થતી કારને આંતરી લઈને કારમાં તલાશી લેતા વિવિધ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬૦ કીમત રૂ ૧.૩૫ લાખ તેમજ અન્ય બ્રાંડની બોટલ નંગ ૧૦૮ કીમત રૂ ૫૪,૦૦૦ મળીને ૧.૮૯ લાખનો દારૂ મળી આવતા પોલીસે કાર કીમત રૂ ૧૫ લાખ, ઈંગ્લીસ દારૂ કીમત રૂ ૧.૮૯ લાખ અને મોબાઈલ કીમત રૂ ૪ હજાર મળીને કુલ રૂ ૧૬.૯૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

અને કારમાં સવાર આરોપી ફેઝલ મહેમુદ શેખ રહે નર્મદા હોલ પાસે કાલિકા પ્લોટ મોરબી મૂળ રહે જામનગર વાળાને ઝડપી લીધો છે તો અન્ય આરોપી વસીમ યુનુસ પલેજા રહે કાંતિનગર વસુંધરા હોટલ પાછળ મોરબી ૨ વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ઘ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે..

આ કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.(

(1:22 pm IST)