Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબી તાલુકા પોલીસે દારૂ-બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા

ધર્મેન્દ્ર ભોરણીયા તથા જતીન છત્રોલાની ધરપકડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩૧ :  મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર પાસે જીઆઇડીસીમાંથી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

તાલુકા પોલીસ મથકના વી.એલ. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો. કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. પંકજભા ગઢવી નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ જી.આઇ.ડી.સી. શ્રી હરિ પ્લાસ્ટર ઇન્ડીયા નામના કારખાનાની બાજુમાં આવેલ કબ્જા ભોગવટાવાળી ઓરડીમાં પ્રોહી. અંગે રેઇડ કરતા સદરહું ઓરડીમાં છુપાવેલ વિદેશીદારૂની બોટલો નંગ ૩૩ તથા બિયર નંગ ૧૮ મળી કુલ ૬૭,૧૦૦ ના મુદ્દામાલ સાથે ધર્મેન્દ્ર મગનભાઇ ભોરણીયા રહે. મોરબી-્ર૦૧, રવાપર-ધુનડા રોડ, ફલોરા હાઉસ, એફ.-૭૦ર, સાતમા માળે તથા જતીન છગનભાઇ છત્રોલા રહે. મોરબી-૦૧, એસ.પી. રોડ, ધ વનક, મિત્રા પેલેસ, ફલેટ નં. ૭૦ર, ને ઝડપી લીધા હતા.

આ કાર્યવાહીમાં તાલુકા પોલસના પો. હેડ કોન્સ. નગીનદાસ નિમાવત, સુરેશભાઇ હુંબલ, યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઇ આગલ, અજીતસિંહ પરમાર, જયેશભાઇ ચાવડા, પો. કોન્સ. ફતેસંગ પરમાર દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા તથા પંકજભા ગઢવી જોડાયા હતા.

બુલેટની ચોરી

મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં શકિત ચેમ્બર પાછળ ઉમિયાનગર શેરી નંબર -૧ માં રહેતા લલીતભાઇ નારણભાઇ રાઠોડનું રૂપિયા ૪૦ હજારની કિંમતનું રોયલ ઈનફિલ્ડ બુલેટ મોટર સાયકલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તો આ અગેની વધુ તપાસ પી.એસ.આઈ એલ.એન.વાઢીયા ચલાવી રહ્યા છે

(12:59 pm IST)