Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબીમાં કોરોના વિસ્ફોટ વચ્ચે કોવીડ કેર કમિટી બન્યાનો તંત્રનો દાવો ખોખલો!!

 

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૩૧: મોરબીમાં ઓફલાઇન શિક્ષણ મોંઘુ પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લા ૨ દિવસમાં નોંધાયેલા ૯ કેસોમાંથી ૭ કેસ તો વિદ્યાર્થીઓના છે. હાલ તમામ શાળાઓમાં કોવિડ કેર કમિટી બની હોવાનો તંત્રએ દાવો તો કર્યો છે. પણ વાસ્તવિકતા એવી છે કે અનેક શાળાઓમાં હજુ કમિટી બની નથી અને જયા બની છે ત્યાં ચુસ્ત અમલવારી થતી નથી.

મોરબી જિલ્લામાં ૩૦ જુલાઈના રોજ કોરોનાનો છેલ્લો કેસ આવ્યો હતો.તે પછી ૧૦૦ દિવસ નિરાંત રહ્યા બાદ નવેમ્બરમાં શરૂઆતમાં પાંચ કેસ આવ્યા હતા.બાદમાં એક મહિના સુધી કોરોના મુકત રહ્યા બાદ હવે ફરી મોરબી જિલ્લામાં કોરોનાએ ફુંફાડો માર્યો છે. આથી વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સાવચેત બનીને કોરોના ટેસ્ટીંગ વધારી દેવાયું છે. આ અંગે એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.ચેતન વારેવડીયાએ જણાવ્યું હતું કે,હવે કંટેન્મેન્ટઙ્ગ ઝોનમાં વધારો કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રખાશે. હાલ જે જે કેસ આવ્યા છે ત્યાંઙ્ગ કંટેન્મેન્ટઙ્ગ ઝોન કરી પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.આ તમામ ઘરોમાં સર્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. જયારે શાળાઓમાં જે કેસ શરૂ થયા છે. તેમાં પણ કોરોના ટેસ્ટીગ વધારી દેવાયું છે. હવે નિયમિત ટેસ્ટિંગ ૧૧૦૦ જેવું થઈ ગયું છે.

જિલ્લા શિક્ષણધિકારી બી.એમ સોલંકીએ જણાવ્યું હતું કે, ધો. ૧થી ૧૨ માંઙ્ગ સરકારી શાળામાં ૯૬.૪૫ ટકા વિદ્યાર્થીઓની હાજરી છે અને ખાનગી શાળામાં હજુ ૭૩ ટકા જેવી વિદ્યાર્થીઓની હાજરી છે. જો કે હાલ ઓનલાઈન અભ્યાસ કરતા બાળકોની હાજરીની કોઈ જોગવાઈ નથી.પરંતુ ઓફલાઇન શિક્ષણ ચાલુ હોય શાળામાં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા ગણવામાં આવે છે. જો કે તમામ શાળાઓમાં તેઓએ કોવિડ કેર કમિટી બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો છે.પણ ઘણી શાળામાં આવી મહત્વની કમિટી બની ન હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત જયાં કમિટી બની છે ત્યાં નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે કોઈ ચેકીંગ કરવામાં આવતું નથી.

(1:09 pm IST)