Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ઓખાના કોરાડા ગામે દ્વારકાધીશ ઓઇલ મીલમાં પપ લાખ ઉપરની વિજચોરી

જામનગર તા.૩૧ : વીજ ચોરી અંગેની ખાનગી બાતમીના આધારે પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેકટર તેમજ વિજિલન્સ વિભાગ - રાજકોટ તેમજ અધિક્ષક ઇજનેર, જામનગરની રાહબરી હેઠળ વિજિલન્સની ત્રણ ટુકડીઓ દ્વારા ઓખા મંડળ તાલુકાના કોરાડા ગામે ચાલતી દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીઝ નામની ઓઇલ મીલમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવેલ. આ દરમિયાન સદર ઓઇલ મીલનું વીજ જોડાણ ચાવડા ભાયાભાઇ માલદેભાઇના ટ્રાન્સફોર્મર પરથી ડાયરેકટર કેબલથી જોડાણ લઇ મીટર બાઇપાસ કરી વીજ ચોરી ફલિત થતાં વીજ અધિનિયમ - ર૦૦૩ની કલમ ૧૩પ અન્વયે કાર્યવાહી કરી, આસામીને રૂા.પપ,૭૧,૬૯૯ નું પુરવણી બિલ ઇશ્યુ કરવામાં આવેલ છે. તેમજ વીજ અધિનિયિમ - ર૦૦૩ની કલમ ૧૩પ અન્વયે આસામી વિરૂધ્ધ વીજ ચોરીની ફરિયાદ નોંધાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

(1:15 pm IST)