Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

આહિર એકટીવ ગ્રુપ જામનગર આયોજીત સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રોફી ઓપન ગુજરાત ટેનીસ બોલ-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ

જામનગર તા. ૩૧ :.. આહીર એકટીવ ગ્રુપ જામનગર દ્વારા આયોજીત તથા સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીટલ ટ્રસ્ટ દ્વારા પ્રાયોજીત 'સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રોફી-ર૦ર૧-રર' આહિર સમાજના યુવા ખેલાડીઓ માટે ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જામનગર ખાતે હોટલ વિશાલની સામે આવેલ વસંત પરિવારની વાડીના મેદાન પર કરવામાં આવ્યુ છે. આ ટુર્નામેન્ટનો શુભારંભ પ્રજ્ઞાચક્ષુ બાળકો તથા બાળાઓના હસ્તે દિપ પ્રાગટય તથા ટોસ ઉછાળીને કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે જીતભાઇ માડમ, આનંદભાઇ માડમ, મયુરભાઇ આહીર, ભરતભાઇ બૈડીયાવદા, કરશનભાઇ પીઠીયા, મહેશભાઇ ચાવડા, કિશોરભાઇ બોરીચા તથા લાલાભાઇ ગોજીયા તેમજ બહોળી સંખ્યામાં આહીર જ્ઞાતિના ક્રિકેટ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આહીર સમાજના ખેલાડીઓ માટેની આ ટુર્નામેન્ટમાં ૭૮ ટીમો ભાગ લઇ રહી છે અને આ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ તા. ૯-૧-ર૦રર રવિવારના રોજ રમાશે.

 

(1:10 pm IST)